Advertisement
Author: નોબત સમાચાર

ગળતેશ્વરમાં ગમખ્વાર ઘટનાઃ મહીસાગરમાં ડૂબી જતા ત્રણ પર્યટક યુવકોના કરૂણ મૃત્યુ

ફરવા ગયેલા ચાર મિત્રોમાંથી એક ને જ બચાવી શકાયો

અમદાવાદ તા. ૩: ગળતેશ્વરમાં મોટી દુર્ઘટના, અમદાવાદથી ફરવા ગયેલા ૩ મિત્રોના મહીસાગર નદીમાં ડૂબી જતા મૃત્યુ થયા છે, જ્યારે એક ને બચાવી લેવાયો છે.

ખેડા જિલ્લામાં આવેલા ગળતેશ્વરમાંથી એક મોટા સમાચાર મળ્યા છે અમદાવાદથી અહીં ફરવા ગયેલા લગભગ ૯ જેટલાં મિત્રો અહીં આવેલી મહીસાગર નદીમાં નહાવા કૂદયા હતાં. તે સમયે ૪ મિત્રો ડૂબી ગયા હતાં.

ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો તેમની મદદે દોડી આવ્યા હતા પરંતુ ૩ મિત્રોને બચાવી શકાતા નહોતા. તેઓ મૃત્યુ પામી ગયા જ્યારે એકને જ બચાવી શકાયો હતો.

ગળતેશ્વર ગુજરાત રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. આ એક ધાર્મિક અને પર્યટન સ્થળ તરીકે જાણીતું પણ છે. અહીં મહીસાગર અને ગળતી દીના કાંઠે લગભગ ૧ર મી સદીનું મહાદેવ મંદિર આવેલું છે જેને જોવા માટે ગુજરાત સહિત દેશભરમાંથી લોકો આવે છે.

માહિતી અનુસાર ૯ જેટલા મિત્રો રવિવારનો દિવસ હોવાથી ગળતેશ્વર ફરવા પહોંચ્યા હતાં. જેમાંથી કેટલાક મિત્રો નદીમાં નહાવા પડ્યા. આ વખતે જે કોઈ એક મિત્રો ડૂબવા લાગતા તેના ત્રણ સાથીઓ પણ તેને બચાવવા ગયા હતા જેના પગલે આ દુર્ઘટના સર્જાઈ હતી. જો કે સ્થાનિકોની મદદથી તેઓને બચાવવા પ્રયાસ કરાયા પણ સફળતા ન મળી. એકને બચાવી લેવાયો, બાકી ત્રણ મૃત્યુ પામી ગયા. મૃતકોમાં અમદાવાદના ખોખરા અને વટવાના યુવકો સામેલ હોવાની જાણકારી છે. સેવાલિયા પોલીસ આ મામલે કાર્યવાહી કરી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh