Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કહેવાતી બહેને શરૂ કર્યું બ્લેકમેઈલીંગઃ
જામનગર તા. ૩: કાલાવડના હરીપરમાં એ ક પ્રૌઢનો ચાર વર્ષ પહેલાં ફેસબુકથી વડોદરાની મહિલા સાથે સંપર્ક થયા પછી દયા ભાવનાથી આ પ્રૌઢે આર્થિક મદદ કરી હતી. તે પછી આ મહિલાએ બાથરૂમમાં આ પ્રૌઢનો વીડિયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેઈલ કરતા આ પ્રૌઢે બદનામીથી ડરી રૂ. ર૭ લાખ ઉપરાંતની રકમ આપી દીધી હતી. તે પછી પણ માગણી કરાતી હોય પોલીસનું શરણું લેવાયું છે.
કાલાવડ તાલુકાના હરીપર ગામમાં રહેતા અમૃતભાઈ દામજીભાઈ વસોયા નામના અઠાવન વર્ષના પટેલ પ્રૌઢેે પોતાને બ્લેકમેઈલ કરી રૂ. ૨૭,૧૨,૫૦૦ પડાવી લેવા અંગે વડોદરાના યમુના નગરમાં રહેતા કવિતાબેન અશ્વિનભાઈ મિસ્ત્રી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ વડોદરાના આ મહિલાએ વર્ષ ૨૦૨૦ના જુલાઈ મહિનામાં અમૃતભાઈનો સંપર્ક કર્યા પછી તેઓને વિશ્વાસમાં લીધા હતા અને પૈસા પડાવવાના પ્રયત્નરૂપે અમૃતભાઈનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરી બદનામ કરી નાખવાની વારંવાર ધમકી આપી હતી.
આ મહિલાએ પૈસા આપ્યા પછી જો પરત માંગવામાં આવશે તો પોતે આત્મહત્યા કરી લેશે તેવી ધમકી પણ આપી હતી. તેનાથી ડરી રહેલા અમૃતભાઈએ બે વર્ષના સમયમાં બેન્ક એકાઉન્ટ તથા આંગડિયા મારફત કુલ રૂ. ૨૭,૧૨,૫૦૦ ટ્રાન્સફર કરી આપ્યા હતા. તે પછી પણ પૈસા માંગવામાં આવતા આખરે અમૃતભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આઈપીસી ૩૮૪, ૩૮૬, ૪૦૬, ૪૨૦ મુજબ ગુન્હો નોંધ્યો છે.
ચારેક વર્ષ પહેલાં ફેસબુક પર અમૃતભાઈનો પરિચય આ મહિલા સાથે થયા પછી તેઓએ આ મહિલાને બહેન ગણી વાતચીત શરૂ કરી હતી. પછી તે મહિલાએ પૈસાની જરૂર છે તેમ કહી હાથઉછીની રકમ માંગી હતી અને અમૃતભાઈએ આપી પણ હતી. એકાદ મહિના પહેલાં લોન પાસ કરાવવા એડવાન્સ મની ભરવાના છે તેમ કહી રકમ મંગાઈ હતી અને તે પછી બાથરૂમમાં અમૃતભાઈનો વીડિયો ઉતારી લઈ રૂપિયા સાડા પાંચ લાખ પડાવી લેવાયા હતા. તે પછી પણ પૈસાની માગણી યથાવત રખાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial