Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃત્યુનું કારણ જાણવા પોલીસ દ્વારા તજવીજઃ
જામનગર તા. ૩: જામનગરના અંધાશ્રમ પાસે જૂના આવાસના બ્લોકમાંથી ગઈકાલે સોની પ્રૌઢનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતકના સંબંધીનું નિવેદન નોંધી પોલીસે આ પ્રૌઢનું કઈ રીતે મૃત્યુ થયું તે જાણવા મૃતદેહને પી.એમ. માટે ખસેડ્યો છે.
જામનગરના અંધાશ્રમ નજીક આવેલા જૂના આવાસના બ્લોક નંં.૩૧/૪માં રહેતા જીતેન્દ્રભાઈ અમૃતલાલ નામના પચ્ચાસ વર્ષના સોની પ્રૌઢ શનિવારે પોતાના રહેણાંકમાંથી બહાર નીકળ્યા ન હતા.
રવિવારની બપોર સુધી તેઓ જોવા નહીં મળતા રાજેશ પ્રભુદાસ પાલાને જાણ કરવામાં આવી હતી. રાજકોટના મવડી પ્લોટમાં રહેતા રાજેશભાઈ જામનગર દોડી આવ્યા હતા. તેઓએ જીતેન્દ્રભાઈના રહેણાંકમાં તપાસ કરતા તેમાંથી આ પ્રૌઢ મૃત્યુ પામેલી હાલતમાં મળી આવ્યા હતા. પોલીસને વાકેફ કરાતા એએસઆઈ ડી.જે. જોષી દોડી આવ્યા હતા. તેઓએ મૃતદેહને પી.એમ. માટે ખસેડી રાજેશ પાલાનું નિવેદન નોંધ્યું છે.
બાળકી ગુમ હોવાની પોલીસને કરાઈ હતી જાણઃ
રડતી પુત્રી છાની ન રહેતા ક્રોધમાં માતાએ કૂવામાં ફેંકીઃ મોત
જામનગર તા. ૩: ધ્રોલના હાડાટોડા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ કરતા પરિવારની દસ મહિનાની પુત્રી ગુમ થયાની પોલીસમાં ફરિયાદ થયા પછી શ્વાસની બીમારી ધરાવતી આ બાળકી રડતી હોવાથી ક્રોધમાં આવી તેની માતાએ જ પુત્રીને કૂવામાં ફેંકી દીધાનો ચકચારી બનાવ પ્રકાશમાં આવ્યો છે. પોલીસે કૂવામાંથી બાળકીના મૃતદેહને બહાર કઢાવી પી.એમ.માં ખસેડ્યો છે.
ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં આવેલા વિરેન્દ્રસિંહ જાડેજા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના જોબટ તાલુકાના બરદા ગામના વતની કાળુભાઈ સવજીભાઈ મીનાવા સાથે તેમના પત્ની અને પુત્રી પણ આવ્યા હતા.
આ પરિવારની દસ મહિનાની પુત્રી ખુશી શુક્રવારે બપોરે એક વાગ્યાથી ચાર વાગ્યા સુધી જોવા ન મળતા કાળુભાઈ તથા તેમના પરિવારે ઉચ્ચક શ્વાસે બાળકીની શોધ શરૂ કરી હતી. તેમ છતાં બાળકીનો પત્તો ન લાગતા તેણીનું કોઈએ અપહરણ કરી લીધાની આશંકા સાથે કાળુભાઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસે આઈપીસી ૩૬૩ હેઠળ ગુન્હો નોંધ્યો હતો અને પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે તપાસ શરૂ કરી હતી.
તે દરમિયાન નજીકમાં આવેલા એક કૂવામાં આ બાળકી પડી હોવાની જાણ થતાં પોલીસ ટીમ ત્યાં દોડી હતી. પોલીસે ખુશીને બહાર કઢાવી ચકાસતા તેણી મૃત્યુ પામેલી જણાઈ આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પિતા કાળુભાઈ તથા માતા સંગીતાની પૂછપરછ કરતા આ બનાવ પરથી પરદો ઉંચકાઈ ગયો છે.
માત્ર ૧૦ મહિનાની વયવાળી ખુશીને જન્મથી જ શ્વાસની તકલીફ હતી. તેની સારવાર અપાવવામાં આવતી હતી. તે દરમિયાન બનાવની રાત્રે આ બાળકી સતત રડતી હતી. તેથી કંટાળી ગયેલી માતા સંગીતાએ ક્રોધના આવેશમાં આવી પોતાની જ પુત્રીને કૂવામાં ફેંકી દીધાની ચોંકાવનારી વિગત પ્રકાશમાં આવી છે. પોલીસે આ મહિલા સામે ગુન્હો નોંધ્યો છે. આ બનાવે ધ્રોલ પંથકમાં મજૂરીકામ કરતા શ્રમિક પરિવારોમાં અરેરાટી પ્રસરાવી દીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial