Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મેહુલભાઈએ તેમના માતા-પિતાને તેમના જન્મ દિનની ઉજવણી રૂપે આપેલા અનુદાનમાંથી નિર્મિત
જામનગર તા. ૪: પ્રથમ નોરતાના મંગલ દિને જામનગરના એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં નવનિર્મિત રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવનનું લોકાર્પણ થયું હતું.
જામનગરમાં મેહુલનગર રોડ, ખોડિયાર કોલોની વિસ્તારમાં આવેલ શ્રી એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમમાં શ્રી જલારામ મેટલ એલોયસવાળા મેહુલભાઈ જોબનપુત્રાના અનુદાનથી 'રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન'નું નિર્માણ કરવામાં આવેલ છે. મેહુલભાઈએ તેમના માતા-પિતાને તેમના જન્મ દિવસની ઉજવણી રૂપે એમ.પી. શાહ મ્યુનિસિપલ વૃદ્ધાશ્રમના નિવાસી વડીલોના લાભાર્થે વિશાળ ગાર્ડન ભેટ આપવાની અનોખી પહેલ કરેલ છે.
એમ.પી. શાહ વૃદ્ધાશ્રમના પટાંગણમાં ૧૦,૦૦૦ ફૂટના વિસ્તારમાં વિશાળ ઉપવન બનાવવામાં આવેલ છે જેનું તા. ૩-૧૦-ર૦ર૪, પ્રથમ નોરતાના શુભ દિવસે સવારે ૧૧ વાગ્યે દાતા પરિવારના વડીલોના વરદ્ હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. શ્રી એમ.પી. શાહ વૃદ્ધાશ્રમ હંમેશાં નિવાસી વડીલો અન્ય સિનિયર સિટીઝનના લાભાર્થે અનેકવિધ પ્રવૃત્તિઓ કરે છે. 'રમીલાબેન ધીરજલાલ જોબનપુત્રા ઉપવન'નો લાભ ફક્ત નિવાસી વડીલો જ નહીં, પણ જામનગર શહેરના અન્ય વડીલો પણ લઈ શકશે. નિવાસી વડીલો સિવાયના અન્ય વડીલો સવારે ૯ થી ૧૧ અને સાંજે ૪ થી સાંજે ૬ વાગ્યા સુધી આ ઉપવનનો લાભ લઈ શકશે.
વુદ્ધાશ્રમના આયોજનમાં ઊડીને આંખે વળગે તેવી વાત એ છે કે કોઈપણ વૃદ્ધ એકલતા ન અનુભવે અને સહચર્યની હૂફ માણી શકે તે હેતુથી દરેક માળે ટીવી સાથેની લોન્જ રાખેલ છે જ્યાં નિવાસી વૃદ્ધો સાથે બેસી આનંદપૂર્વક પોતાનો સમય પસાર કરી શકે છે. વૃદ્ધવસ્થામાં સહુથી મોટો પ્રશ્ન પ્રવૃત્તિના અભાવે ઉદ્ભવતી માનસિક શૂન્યતા હોય છે. વૃદ્ધાશ્રમમાં વસતા વડીલોમાંથી જે વડીલો શારીરિક રીતે સક્ષમ હોય તેમની આવડત કે હુન્નરનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે અને જરૂરી તમામ સહાય પણ પૂરી પાડવામાં આવે છે.
વૃદ્ધોની એકલતાના નિવારણ અર્થે અલગ અલગ સંસ્થાઓ, શાળા-કોલેજના વિદ્યાર્થીઓ વિગેરે સાથે મેળાવડા તથા સંસ્કૃતિક કાર્યક્રમોનું સારી રીતે આયોજન પણ કરવામાં આવે છે. નિવાસી વડીલોને તેમની ઉંમરના અન્ય વડીલોને મળવાનો મોકો મળી રહે તે માટે જામનગર શહેરના અન્ય સિનિયર સિટીઝન લોકો માટે પણ ઉપવન ઉપલબ્ધ રહેશે. જેથી અરસ-પરસ સુખ-દુઃખની અલકમલકની વાતો કરી જીવનને વધુ જીવંત બનાવી શકે.
એમ.પી. શાહ વૃદ્ધાશ્રમમાં ફિઝિયોથેરાપી, વેક્સિનેશન સેન્ટર, યોગા કેન્દ્ર વિગેરે વિવિધ પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે. જેનો નિવાસી વડીલો અને અન્ય વડીલો પણ લાભ લઈ શકે છે તેમ સંસ્થાએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial