Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં
ખંભાળીયા તા. ૪: નવરાત્રિ મહોત્સવના પ્રથમ દિને દ્વારકા જિલ્લાના ખંભાળીયા ભાણવડ તથા હર્ષદ વિગેરે સ્થળો પર માતાજીના મંદિરે સવારથી ભાવિકો દર્શન પૂજા તથા સાંજે મહાઆરતી દર્શન અને કેટલાક સ્થળે ગરબામાં ભાવિકો ઉમટી પડયા હતાં.
ખંભાળીયામાં સારસ્વત બ્રાહ્મણ સમાજના કુળદેવી સરસ્વતી માતાજી મંદિર મુખ્ય બજાર પાસે, હર્ષદ માતાજી મંદિર, મુખ્ય બજાર, સામુદ્રી માતાજી મંદિર, પુષ્કર્ણા બ્રહ્મપુરીમાં આવેલા પ્રાચીન ગાયત્રી માતાજી મંદિર તથા વારાહી ચોકમાં દત્તાણી કુટુંબના કુળદેવી રૂડીલાખી માતાજી મંદિરે પણ વિશિષ્ટ પૂજા દર્શન યોજાયા હતા તો ઔદિચ્ય બ્રહ્મ સમાજ સ્થાપિત પ્રાચીન શ્રી વારાહી માતાજીના મંદિરે રોજ સાંજે ઢોલ નગારા સાથે થતી આરતીમાં મોટી સંખ્યામાં જ્ઞાતિજનો તથા ભાવિકો જોડાયા હતાં.
ભાણવડના ઘુમલીમાં આશાપુરા માતાજી તથા સામુદ્રી માતાજી મંદિરમાં ભાતેલ તથા ખાખરડામાં આશાપુરા માતાજી મંદિરે, કેશોદ આવળાઈ માતાજીના મંદિરે, પીપળીયા પ્રાચીન તથા ઐતિહાસિક કામઈ માતાજીના મંદિરે, ખંભાળીયા સતવારા ચોરા પાસે ચામુંડા માતાજી, વિજય ચોક પાસે બહુચર માતાજી, પોરગેઈટ પાસે સીંધવી સીકોતેર માતાજી, અંબાજી માતાજી તથા ખામનાથ પાસે આશાપુરા માતાજીના મંદીર, ગાયત્રી મંદિરે પણ ભાવિકો દર્શનાર્થે ઉમટ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial