Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં અદ્યતન સાધનો- એક્સ-રે મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ

 

એક તરફ ખાનગીકરણની તૈયારી... તો બીજી તરફ સરકાર દ્વારા જ લાખ્ખોના ખર્ચનું આયોજન

ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાની ખંભાળિયાની મુખ્ય જિલ્લા સરકારી હોસ્પિટલ અને ત્યાં શરૂ થનાર મેડિકલ કોલેજ ખાનગી પાર્ટીને આપી દેવાની પ્રક્રિયા ચાલી રહી છે અને તે અંગે ખંભાળિયા સહિત સમગ્ર જિલ્લામાં ઉગ્ર રોષ ફેલાયો છે, ત્યારે સરકાર દ્વારા જ આ હોસ્પિટલમાં લાખોના ખર્ચે અદ્યતન સાધનો, એક્સ-રે મશીન સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. મૃતદેહોને સાચવવા બે જાયન્ટ ફ્રીજ વસાવવામાં આવ્યા છે તેમજ આયોજન મંડળમાંથી ફાળવાયેલ રૂ.  ૩૦ લાખમાંથી નવ એમ્બ્યુલન્સ લેવાનું નક્કી થયું છે. સંપૂર્ણ સુવિધાઓથી સજ્જ કર્યા પછી જ હોસ્પિટલનું ખાનગીકરણ કરાશે? તેવો પ્રશ્ન ચર્ચાઈ રહ્યો છે, પણ હાલ પૂરતું તો ખંભાળિયા તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોને સરકારી હોસ્પિટલમાં વધુને વધુ સાધન સુવિધા પ્રાપ્ત થઈ રહી છે તે મોટી રાહતરૂપ બની રહી છે.

સરકારી હોસ્પિટલમાં દાખલ થતા કે ચેક કરવા જતા વિવિધ રોગો તથા ખાસ કરીને હાડકાના દર્દીઓને ડિઝિટલ ફોટો પાડવા ફરજિયાત શહેરમાં ખાનગી હોસ્પિટલોમાં જવું પડતું તેના બદલે લાખો રૂપિયાનું અદ્યતન સુવિધાવાળું મશીન આવી ગયું છે.

આ ઉપરાંત હોસ્પિટલમાં મૃત્યુ પામનારા તથા દૂરના સ્થળના હોય તેવા લોકોના મૃતદેહો લાંબો સમય રાખી શકાય તે માટે ખાસ બે મૃત બોડી રાખવાના ફ્રીજ મશીનો આવ્યા છે. આ ઉપરાંત કાન-નાક-ગળાના દર્દીઓની તપાસ માટે જરૂરી કેટલાક ઉપકરણો પણ આવ્યા છે. જેથી દર્દીઓની સગવડો વધશે.

આયોજન મંડળ દ્વારા ૩૦ લાખ જેવી મોટી રકમ ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં ફાળવ્યા હોય તેમાંથી એમ્બ્યુલન્સ અદ્યતન સવલતો સાથેની સેવા માટે પણ તંત્ર દ્વારા આયોજન શરૂ કરવામાં આવ્યું છે જેથી નવી સવલતોવાળી એમ્બ્યુલન્સનો લાભ દર્દીઓને મળી શકે.

ખંભાળિયાની સરકારી હોસ્પિટલમાં વધુને વધુ સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો. કપુર, આર.એમ.ઓ. ડો. કેતન ગોસ્વામી, રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા તથા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરા સતત પ્રયત્નશીલ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial

 



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh