Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આઠ ઓક્ટો. સુધી થઈ શકશે અરજીઃ
ખંભાળિયા તા.રઃ રાજ્ય સરકારના રમતગમત યુવાઅને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ હસ્તકની ગુજરાત રાજ્ય લલિતકલા અકાદમી-અમદાવાદ દ્વારા આયોજીત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી-દેવભૂમિ દ્વારકા દ્વારા સંચાલિત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ-ર૦ર૪ માં ભાગ લેવા માટે અરજી કરી શકાશે.
આગામી સમયમાં મર્યાદિત ૧૦૦ વિદ્યાર્થીઓ માટે દૈનિક બે કલાક માટેનું ચિલ્ડ્રન પેન્ટીંગ વર્કશોપ યોજાશે, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૬ થી ૧૪ વર્ષ સુધીના બાળકો ભાગ લઈ શકશે. આ વર્કશોપમાં ભાગ લેવા ઈચ્છતી દેવભૂમિ દ્વારકા જિલ્લાની શાળા/સંસ્થાઓએ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. સી-૧/ર અને સી-૧/૪, પ્રથમ માળે, જિલ્લા સેવા સદન, લાલપુર બાયપાસ રોડ, ખંભાળિયાથી નિયત નમૂનાનું ફોર્મ મેળવીને જરૂરી આધાર પુરાવા સાથે તા. ૮-૧૦-ર૦ર૪ બપોરે ર વાગ્યા સુધીમાં અત્રેની કચેરીમાં મોકલી આપવાનું રહેશે. સમયમર્યાદા પૂર્ણ થયા પછી મળેલ અરજી સ્વીકારવામાં આવશે નહિં, તેમ જિલ્લા યુવા વિકાસ અધિકારીએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial