Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરની જિલ્લા પંચાયતમાં યોજાયેલા
ખંભાળીયા તા. ૪: જિલ્લા પંચાયત જામનગરમાં સ્વચ્છતા સંવાદ કાર્યક્રમ યોજાયો જિલ્લા તથા તાલુકા કક્ષાના અધિકારીઓએ ઉપસ્થિત રહી પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ વિશે ઝીણવટભરી માહિતી મેળવી હતી.
ભારત સરકારના બીજી ઓકટોબરના મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેની જન ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. જે ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા પણ સ્વચ્છ ભારત મિશન તારીખ ૧૭ સપ્ટેમ્બરથી તારીખ ૩૧ ઓકટોબર ર૦ર૪ સુધી સ્વચ્છતા હી સેવા ર૦ર૪ પખવાડિયા તરીકે ઉજવવાનું નક્કી કરેલ છે. જે ઉજવણીના અંતર્ગત જામનગર જિલ્લા પંચાયતના સભાખંડમાં પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટને કેન્દ્રમાં રાખી સ્વચ્છતા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગાંધીનગરથી ઉપસ્થિત રહેલ મિતલ પટેલે ઉપસ્થિત સૌ કોઈને પ્લાસ્ટિકના ગેરફાયદા, કલાયમેટ ચેન્જ માટે પ્લાસ્ટિકની ભૂમિકા, પ્લાસ્ટિકની પર્યાવરણ પર થતી અસરો, પ્લાસ્ટિક મુકત ભારત અને પ્લાસ્ટિકના નુકસાનથી આવનારી પેઢીઓને કઈ રીતે સુરક્ષિત રાખવી એ બાબતે પ્રેઝન્ટેશનના માધ્યમથી ઝીણવટભરી માહિતી પૂરી પાડી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સ્વચ્છ ભારત મિશનના ડી.સી. વી.બી. ગોસ્વામીએ કર્યું હતું.
આ તકે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શારદા કાથડે પણ પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના સમયે સ્વભાવ, સ્વચ્છતા, સંસ્કાર, સ્વચ્છતા સૂત્રને વર્તમાનમાં લાવવું ખૂબ જ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial