Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ય ચાર દરોડામાં સોળ પત્તાપ્રેમીની ધરપકડઃ
જામનગર તા. ૪: જામનગરના રણજીતસાગર રોડ પર નંદનવન સોસાયટી નજીક મારવાડા વાસમાં ગઈરાત્રે પોલીસે પાડેલા બે દરોડામાં આઠ શખ્સ ગંજીપાના કૂટતા મળી આવ્યા છે. કાલાવડ શહેર તથા મોટા વડાળામાંથી પણ આઠ પત્તાપ્રેમી પકડાયા છે. લાખાબાવળમાં પાંચ મહિલા સહિત સાત વ્યક્તિ તીનપત્તી રમતા મળી આવ્યા છે. તમામ સ્થળેથી કુલ રૂ. ૯૦ હજારનો મુદ્દામાલ કબજે કરાયો છે.
જામનગર નજીકના લાખાબાવળ ગામમાં રેલવે સ્ટેશન સામે પાણીના ટાંંકા પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમાતો હોવાની બાતમી મળતા એલસીબીના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાં જુગાર રમી રહેલા નિકુલસિંહ કલુભા ચાવડા, પંકજ ખીમજીભાઈ સોનગરા, મધુબેન બિપીનભાઈ રાવલ, ગીતાબા દિલીપસિંહ જાડેજા, શાંતુબેન પ્રકાશભાઈ પરમાર, ચંદ્રિકાબેન અનિલભાઈ ગોસ્વામી, ગીતાબેન પ્રકાશભાઈ બોરખતરીયા નામના સાત વ્યક્તિ મળી આવ્યા હતા. એલસીબીએ પટમાંથી રૂ. ૫૪૮૦૦ રોકડા, એક મોબાઈલ કબજે કરી તમામ સામે પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવ્યો છે.
કાલાવડના બસ સ્ટેન્ડ પાછળ શેરીમાં ગઈકાલે રાત્રે ગંજીપાના કૂટી રહેલા ઈમરાન હબીબભાઈ દોદાઈ, તૌફિક સતારભાઈ પતાણી, નવાઝ આરબભાઈ સોરા, અનિશ ઈબ્રાહીમભાઈ સોરા નામના ચાર શખ્સ રૂ. ૬૯૫૦ સાથે ઝડપાઈ ગયા હતા.
કાલાવડના મોટા વડાળા ગામમાં મફતીયાપરામાં ગઈકાલે સાંજે તીનપત્તી રમતા શબ્બીર ઈરફાન મોગલ, અસલમ શકુરભાઈ પોપટપોત્રા, મિલન ભરતભાઈ ગોંડલીયા, બોદુશા સતારશા શાહમદાર નામના ચાર શખ્સ રૂ. ૬૪૦૦ રોકડા સાથે ઝડપાઈ ગયા છે.
જામનગરના રણજીત સાગર રોડ પર નંદનવન સોસાયટીમાં ગઈરાત્રે તીનપત્તી રમતા ધનુ બીગુશાદ ગુપ્તા, આનંદકુમાર રાજકુમાર સિંઘ, શિવમ વિદ્યાશંકર સવિતા, આશિષ દિલીપભાઈ મહેતા નામના ચાર શખ્સ રૂ. ૧૦૨૦૦ રોકડા સાથે ઝડપાઈ ગયા હતા. પોલીસે આરોપીઓ સામે જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
રણજીતસાગર રોડ પર નંદનવન સોસાયટી તરફ જવાના રસ્તા પર મારવાડા વાસના ખૂણા પર ગઈરાત્રે બે વાગ્યે સિટી એ ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે પાડેલા દરોડામાં રાઘવેન્દ્ર અજુદી કાછી તથા ઓમકાર ગૌકાલ યાદવ, રાજેન્દ્ર મોહનલાલ દુબે, હરેરામ સત્યદેવ શાહુ નામના ચાર શખ્સ રૂ. ૧૦૩૬૦ સાથે પકડાઈ ગયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial