Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી
ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ તંત્રને વિવિધ સૂચનાઓ આપી હતી.
રાજ્યના કેબિનેટ મંત્રી અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયામાં કલેક્ટર કચેરીમાં જિલ્લાના વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં બાવળિયાએ વરસાદમાં ધોવાયેલા રસ્તાઓનું સમારકામ, વીજ પુરવઠા પુનઃ સ્થાપનની કામગીરી, પણી પુરવઠા યોજનાના અમલીકરણની માહિતી મેળવી સમીક્ષા કરી હતી. વધુમાં અન્ય વિભાગો દ્વારા કરવામાં આવેલ કામગીરીની પણ વિગતો મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી. આ બેઠકમાં કલેક્ટર જી.ટી. પંડ્યા, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ જોટાણિયા અને વિવિધ સરકારી વિભાગોના જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial