Advertisement
Author: નોબત સમાચાર

સગીરાના અપહરણ-દુષ્કર્મના ગુન્હામાં આરોપીનો અદાલતે ફરમાવ્યો છૂટકારો

આરોપી પક્ષે કરેલી દલીલો માન્ય રાખવામાં આવીઃ

જામનગર તા. ૪: જામનગરના એક ગામમાંથી દોઢ વર્ષ પહેલા સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજારાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપી પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી તેનો છૂટકારો કર્યાે છે.

જામનગર તાલુકાના એક ગામમાં વસવાટ કરતા આસામીની ૧૪ વર્ષની પુત્રી પોતાના ઘરેથી ગઈ તા.૧૨-૪-૨૩ના દિવસે નીકળી ગયા પછી તેની તપાસ કરાતા રાજેન્દ્ર નામનો શખ્સ તેણીને ભગાડી ગયો હોવાની વિગત જાણવા મળી હતી. પંદરેક દિવસ પહેલાં રાજેન્દ્રને આ સગીરાના પરિવારે ઠપકો પણ આપ્યો હતો.

આ બાબતની પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુન્હો નોંધી શરૂ કરેલી તપાસમાં આરોપી ઝડપાઈ ગયો હતો. તેણે સગીરા પર દુષ્કર્મ ગુજાર્યાની વિગત બહાર આવી હતી. પોલીસે આરોપી સામે ચાર્જશીટ કર્યું હતું. તે કેસ ચાલવા પર આવતા ફરિયાદ પક્ષે ભોગ બનનાર, તપાસનીશ તથા તબીબની જુબાની રજૂ કરી હતી. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ભોગ બનનારના નિવેદનમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. તેણીના જન્મ અંગેના પ્રમાણપત્ર રજૂ થયા નથી, તેણીનું એલસી કે જન્મ તારીખનો દાખલો રજૂ થયો નથી માત્ર બોનાફાઈડ સર્ટિ. રજૂ થયું છે. તેથી ભોગ બનનારની જે તે વખતે ઉમર ૧૪ વર્ષની હોવાનું માની શકાય તેમ નથી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપી રાજેન્દ્રનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh