Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તંત્ર દ્વારા આસામના યાત્રિકોએ વાપરેલા પાણીની પણ તપાસ હાથ ધરીઃ જિલ્લા તંત્રે કરી જરૂરી વ્યવસ્થાઓ
ખંભાળિયા તા. ૪: દ્વારકામાં આસામથી આવેલા યાત્રાળુને ફૂડ પોઈઝનીંગ થતા આઠને જામનગર હોસ્પિટલમાં ખસેડાયા છે, જ્યારે એક યાત્રિકનું મોત થયું છે. તંત્રની ટીમ જરૂરી વ્યવસ્થા માટે દોડી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના દ્વારકા યાત્રાધામમાં આસામથી પ્રવાસમાં સામૂહિક રીતે આવેલા ૪૪ વ્યક્તિઓ દ્વારકાના એક આશ્રમમાં ઉતર્યા હતાં જ્યાં ર૬-ર૭ નવેમ્બરના બે-ત્રણ વ્યક્તિને પેટમાં દુઃખાવો, ઝાડા-ઉલટી જેવું થયું હતું. જે પછી ર૦ જેટલા વ્યક્તિઓને એકસાથે ઝાડા-ઉલટી થતા તંત્ર દોડ્યું હતું.
દ્વારકા જિલ્લા કલેક્ટર જી.ટી. પંડ્યા દ્વારા તુરત જ દ્વારકામાં આરોગ્યના જિલ્લા વડા ડો. મીતેશ ભંડેરી સાથે ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમ પણ જામનગરથી મોકલી હતી જેમણે પાણી તથા કાચા અનાજના નમૂના લીધા હતાં તથા આ રોગમાંથી દ્વારકા હોસ્પિટલમાં સારવાર લઈને સાજા થયેલા વ્યક્તિઓને પૂછીને વિગતો જાણી હતી તથા કઈ રીતે ઘટના બની હતી તેની જાણકારી મેળવી હતી તથા આ આશ્રમમાં તથા બાકીના સ્થળોએ જ્યાં બહારના રાજ્યોમાંથી લોકો પ્રવાસમાં આવ્યા હોય તેમની પણ તપાસ કરી હતી.
કુલ આઠ વ્યક્તિઓને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવેલા તે પૈકી ૪પ વર્ષના એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું જ્યારે બાકીની એક મહિલાને પરેશાની વધતા ડાયાલિસિસ પર રાખવામાં આવી છે. જામનગર હોસ્પિટલમાં દ્વારકા જિલ્લાના એક નાયબ મામલતદાર તથા આરોગ્ય અધિકારી સતત દેખરેખમાં રહ્યા છે.
સામૂહિક રીતે આસામના આ યાત્રાળુઓને ફૂડપોઈઝનીંગ થતાં તથા વ્યક્તિનું મોત નિપજતા દ્વારકા જિલ્લા કલેક્ટર પંડ્યા દ્વારા આસામથી આવેલા યાત્રાળુઓના વિસ્તારના જિલ્લા કલેક્ટર દાસ સાથે સંકલન કરીને મૃતકને આસામ મોકલવા વ્યવસ્થા કરી હતી. આસામથી ખાસ ટીમ દ્વારકા મૃતદેહ લેવા આવી હતી. સાજા થઈ ગયેલાઓ વ્યવસ્થિત રીતે આસામ પહોંચે તે માટે પણ જિલ્લા તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે.
જો કે, તંત્રની તપાસમાં આ આશ્રમમાં આ આસામના યાત્રાળુ સિવાય અન્ય રાજ્યોના પણ પ્રવાસીઓ ઉતર્યા હતાં તેમને કંઈ ફૂડપોઈઝનીંગ થયુ્ં ન હતું તથા આસામના આ યાત્રાળુઓ ભોજનની વ્યવસ્થા જાતે જ લાવેલા સામાનમાંથી બનાવીને કરતા હતાં. માત્ર પાણી બોરનું વાપરતા હતાં તેવું બહાર આવતા પાણીની પણ તપાસ કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial