Advertisement
Author: નોબત સમાચાર

જામનગર મનપાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા રૂ. ૧૪૦ કરોડના વિકાસ કામોને મંજુરી

ભૂગર્ભ ગટરની સફાઈ માટે વાર્ષિક રૂ.  પ.૬પ કરોડનું ખર્ચ મંજુર

જામનગર તા. ૪: જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની ફરિયાદો અન્વયે સફાઈ કામગીરી માટે વાર્ષિક રૂપિયા પ કરોડ ૬પ લાખનું જંગી ખર્ચ મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યું છે.

જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની બેઠક ગઈકાલે ચેરમેન નિલેષ કગથરાના અધ્યક્ષસ્થાને મળી હતી જેમાં ૧ર સભ્યો ઉપરાંત મેયર વિનોદ ખીમસૂર્યા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર (ટેક્સ) જીગ્નેશ નિર્મળ ઉપસ્થિત રહ્યા હતાં.

વોર્ડ નં. ૧, ૬ અને ૭ મા બિલ્ડીંગ વર્કર્સના કામ માટે રૂ.  પાંચ લાખ, વોર્ડ નં. ૧, ૩ અને ૪ માં કેનાલ વર્કસના કામ માટે રૂ.  પાંચ લાખ, બોર્ડ નં. ૮, ૧પ અને ૧૬ મા વોટર વર્કસ દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં સીસી ચીરોડાના કામ માટે રૂ.  ૧૭.ર૦ લાખ, વોર્ડ નં. પ, ૯, ૧૩ અને ૧૪ મા કેનાલ બ્રીજના કામ માટે રૂ.  પાંચ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

આઉટ ગ્રોથ એરિયામાં વિકાસ કામો માટે રૂ.  ૪૩.૯૯ કરોડના કામોને સૌદ્ધાંતિક મંજુરી આપવામાં આવી હતી, જ્યારે શહેરી સડક યોજનાના કામો સૂચવવાની દરખાસ્ત અન્વયે રૂ.  ૭૮ કરોડ ૭૬ લાખનો ખર્ચનો સૈદ્ધાંતિક સ્વીકાર કરવામાં આવ્યો હતો.

સમર્પણ અને પંપહાઉસ, ઈ.એસ.આર. હેઠળના વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ માટે વાર્ષિક રૂ.  ર૬.૪૮ લાખ તથા બેડી અને મહાપ્રભુજી બેઠક ઈએસઆર વિસ્તારમાં ટેન્કર મારફત પાણી વિતરણ માટે વાર્ષિક રૂ.  ૧પ.૪૦ લાખનો ખર્ચ મંજુર કરાયો હતો.

જીઆઈડીસી પ્લોટમાં ફાયર સ્ટેશન તથા ફાયર સ્ટાફ ક્વાટર્સ બનાવવા માટે રૂ.  ૬ કરોડ ૯૮ લાખનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું હતું. ભૂગર્ભ ગટરની ફરિયાદો આધારીત સફાઈ કામગીરી અને સફાઈ મશીનોની કોમ્પીટેન્સીવ અને ઓપરેશન અને મેન્ટનન્સની કામગીરી માટે વોર્ડ નં. ૧૩, ૧૪, ૧પ અને ૧૬ માટે વાર્ષિક રૂ.  ૧ કરોડ ૪૩ લાખ, વોર્ડ નં. ૬, ૭ અને ૮ માટે રૂ.  ૧.રર કરોડ, વોર્ડ નં. ૧, ર, ૩, ૪ અને પ માટે વાર્ષિક રૂ.  ૧ કરોડ ૪૩ લાખ અને વોર્ડ નં. ૯, ૧૦, ૧૧ અને ૧ર માટે વાર્ષિક રૂ.  ૧.પ૦ કરોડનો ખર્ચ મંજુર કરાયો હતો. ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી બે દરખાસ્તો રજૂ થઈ હતી જેમાં ગણેશ ભગવાનની મૂર્તિના વિસર્જનનો કુંડ બનાવવાનો રૂ.  ર૩ લાખ ૯૮ હજાર, જ્યારે રખડતા ઢોર નિયંત્રણ માટેની કામગીરી માટે રૂ.  ૩ કરોડ ૭પ લાખનો ખર્ચ મંજુર કરાયો છે.

આમ ગઈકાલની બેઠકમાં કુલ ૧૪૦ કરોડ ૧૧ લાખના ખર્ચને બહાલી આપવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh