Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની જિલ્લા જેલના કેદીને સારી વર્તણૂક બદલ આપવામાં આવી સજામાફી

સમાજમાં પુનઃ સ્થાપન માટે પાઠવાઈ શુભેચ્છાઃ

જામનગર તા. ૪: જામનગરની જેલમાં સજા કાપી રહેલા એક કેદીને તેઓની સારી વર્તણૂકના પગલે જેલમુક્ત કરવાનો હુકમ કરાયો છે.

જામનગરની જિલ્લા જેલમાં સજા કા૫તા રઝાકશા જુમાશા બાનવાને તેઓની બાકી સજા માફ કરી મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો. તેના પગલે ગઈકાલે આ કેદીને મુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યની જેલોના ઈન્સ્પેક્ટર જનરલ ડો. કે.એલ.એન. રાવ દ્વારા આજીવન કેદની સજા પામેલા અને ચૌદ વર્ષથી વધુ વર્ષથી જેલમાં રહેલા તેમજ સારી વર્તણૂક ધરાવતા કેદીઓને સજામાંથી માફી મળે તે માટે હકારાત્મક પ્રયત્નો કરાઈ રહ્યા છે. તે અંતર્ગત રાજ્યના ગૃહ વિભાગના આદેશથી નગરના આ કેદીને મુક્ત કરાયા છે. રઝાકશા બાનવાને ફૂલહાર કરી મ્હોં મીઠું કરાવાયું હતું. તેમજ તેમના જેલજીવનના અનુભવો રેકોર્ડ કરવામાં આવ્યા છે અને ધાર્મિક પુસ્તકો અર્પણ કરી તેઓને સમાજમાં પુનઃ સ્થાપનની શુભેચ્છા અપાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh