Advertisement
Author: નોબત સમાચાર

પ્રભારી મંત્રી કુંવરજી બાવળિયાએ યોજી અલાયદી બેઠક

પોતાના વિભાગોના દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે

ખંભાળિયા તા. ૪: કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિભાગીય અધિકારીઓ સાથે રીવ્યૂ બેઠક કરી હતી.

જિલ્લાના પ્રભારી મંત્રી અને રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ ખંભાળિયાની કલેક્ટર કચેરીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જળસંપત્તિ અને પાણી પુરવઠ, અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાને લગતી બાબતોના વિભાગોના અધિકારીઓ સાથે અલાયદી બેઠક યોજી હતી. બેઠકમાં મંત્રી અંતર્ગતના વિભાગોના જિલ્લા કચેરીના વડાઓ અને વરિષ્ઠ અધિકારીઓ પાસેથી કામગીરીની વિગતવાર માહિતી મેળવીને જરૂરી સૂચનો કર્યા હતાં તેમજ જિલ્લામાં સંલગ્ન વિભાગો સામે ઉપસ્થિત પ્રશ્નો અને કામગીરીની સમીક્ષા પણ કરવામાં આવી હતી, જેમાં અંગત સચિવે જરૂરી માર્ગદર્શક સૂચનો કર્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh