Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં ગરબીઓમાં પોલીસ ખેલૈયાઓની સાથે સાદા ડ્રેસમાં રમશે રાસ

પ્રથમ વખત ફૂટ પેટ્રોલિંગ સાથે પ્રોહિબીશન ડ્રાઈવ યોજાઈઃ

ખંભાળિયા તા. ૪: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગની સાથે પ્રથમ વખત પ્રોહિબિશન ડ્રાઈવ પણ યોજવામાં આવી હતી. જેમાં ૧૫ નશાખોર ઝડપાઈ ગયા હતા. નવરાત્રિ દરમિયાન આખા જિલ્લામાં યોજાતી ૬૫૦થી વધુ ગરબીમાં પોલીસ સાદા ડ્રેસમાં હાજર રહી બંદોબસ્ત જાળવે તે પ્રકારની વ્યવસ્થા એસપી દ્વારા ગોઠવવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા ક્રાઈમ તથા ગુન્હાખોરી અટકાવવા અનેક પ્રયોગો કરાયા છે તથા ડ્રગ્સ, ડિમોલિશન, હત્યા જેવા કેસમાં અને સાયબર ક્રાઈમમાં ત્વરીત કામગીરી પ્રસંશાપાત્ર છે ત્યારે નવરાત્રિ દરમિયાન જિલ્લામાં યોજાતી ૨૪૦ ઉપરાંતની ગરબીઓમાં ૬૫૦ ઉપરાંતના પોલીસ સ્ટાફ સાથે ચેકીંગ વ્યવસ્થા, સાદા વેશમાં શી ટીમ પોલીસની સાથોસાથ આ વખતે બંદોબસ્તનો વિશિષ્ટ પ્રયોગ કરાયો છે.

દ્વારકા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેના માર્ગદર્શનમાં ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિની સુચનાથી ખંભાળિયા, દ્વારકા, ભાણવડ તાલુકાના પોલીસ સ્ટાફ દ્વારા ફૂટ પેટ્રોલિગ કરવામાં આવ્યું હતું. મુખ્ય રસ્તાઓ પર પ્રોહિબિશન ડ્રાઈવ પણ યોજાઈ હતી. તેમાં ખંભાળિયામાંથી આઠ અને ભાણવડમાંથી સાત મળી કુલ ૧૫ શખ્સ ઝડપાઈ ગયા હતા.

ફૂટ પેટ્રોલિંગની સાથે પ્રોહિબિશન ડ્રાઈવનો પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો છે. જેમાં પીઆઈ સરવૈયા, પીઆઈ બ્રહ્મભટ્ટ, પીએસઆઈ જરૂ, પીએસઆઈ બારડ, પીએસઆઈ નોયડા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh