Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે વિશ્વ ચિંતિતઃ ખોમેનીના સંબોધન પર નજર

હિઝ બુલ્લાહના હણાયેલા વડા નસરલ્લાહના અંતિમ સંસ્કાર અંગે ઘેરૂ સસ્પેન્સઃ ઈઝરાયેલના હુમલાનો ડર?

તેલ આવિવ તા. ૪: ઈઝરાયેલ-ઈરાન યુદ્ધના કારણે આજે વિશ્વસમુદાય ચિંતિત છે, અને આજે ઈરાનના સર્વેસર્વા ખોમેનીના સૂચક સંબોધન પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.

મધ્ય પૂર્વ યુદ્ધના કારણે સમગ્ર વિશ્વને ચિંચિત કરી દીધું છે. ઈઝરાયેલ અને હમાસ વચ્ચે પહેલેથી જ યુદ્ધ ચાલી રહ્યું છે અને હવે ઈઝરાયેલ અને લેબનીઝ સંગઠન હિઝબુલ્લાહ વચ્ચે પણ તણાવ શરૂ થઈ ગયો છે. ઈઝરાયેલ હિઝબુલ્લાહના સ્થાનોને નિશાન બનાવીને સતત હવાઈ હુમલાઓ કરી રહ્યું છે. ઈઝરાયેલી સેનાએ પોતાના હુમલામાં હિઝ-બુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહને પણ માર્યો છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે નસરાલ્લાહ પછી સફીદીન કે જે તેના વારસ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું તેને પણ ઈઝરાયેલે મારી નાખ્યો છે, જો કે આ વાતની પુષ્ટિ થવાની બાકી છે.

મધ્ય પૂર્વ હાલમાં યુદ્ધની આગમાં સળગી રહ્યું છે. એક તરફ ઈઝરાયેલ દક્ષિણ લેબનોનની સરહદમાં પ્રવેશ કરી રહ્યું છે અને હિઝબુલ્લાહના સ્થાનો પર હુમલો કરી રહ્યું છે. દરમિયાન ઈઝરાયેલ લેબનોન પર ઝડપી હુમલાઓ કરી રહ્યું છે. બેરૂતમાં એરપોર્ટ નજીક એક જોરદાર વિસ્ફોટ થયો. ઈઝરાયેલે મધ્યરાત્રિએ બેરૂતમાં જોરદાર હવાઈ હુમલા કર્યા હતાં. આ હુમલાઓ હિઝબુલ્લાહના સંભવિત હાશિમ સફીદીનને નિશાન બનાવીને કરવામાં આવ્યા હતાં, જે સમયે ઈઝરાયેલે આ હુમલા કર્યા તે સમયે સફીદીન સહિત હિઝબુલ્લાહના અનેક અગ્રણી અધિકારીઓ એક બેઠકમાં હતાં. ઈઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહ પર પાયમાલી ચાલુ રાખે છે, તાજેતરના હુમલામાં હિઝબુલ્લાહના ૩૭ લોકોના મોત થયા છે જ્યારે ૧પ૧ ઘાયલ થયા છે.

તાજેતરમાં જ ઈરાને ઈઝરાયેલ પર ૧૮૦ થી વધુ મિસાઈલોથી હુમલો કર્યો હતો, જો કે આ હુમલામાં એક પણ ઈઝરાયેલનો નાગરિક માર્યો ગયો ન હતો, પરંતુ ઈરાનના આ હુમલાથી ઈઝરાયેલનો ગુસ્સો વધી ગયો છે. હવે જોવાનું એ છે કે ઈઝરાયેલ આ હુમલાનો કેવો જવાબ આપે છે. એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઈઝરાયેલી એરફોર્સ આજે નસરાલ્લાહના અંતિમ સંસ્કાર પર રોકેટ છોડી શકે છે.

ઈઝરાયેલ-ઈરાન યુદ્ધ વચ્ચે આજે શુક્રવારનો દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. એક તરફ હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કાર થશે, તો બીજી તરફ ઈરાનના સર્વોચ્ચ નેતા ખોમેનીનું પ્રથમ સંબોધન થશે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેની શુક્રવારની નમાઝની આગેવાની કરશે. નસરાલ્લાહને હટાવ્યા પછી તેઓ પ્રથમ વખત રાષ્ટ્રને સંબોધિત કરશે.

હિઝબુલ્લાહની ચીફ હસન નસરાલ્લાહની હત્યાના કારણે થયેલા હોબાળા વચ્ચે તેના અંતિમ સંસ્કારને લઈને ભયનું વાતાવરણ છે. નસરાલ્લાહને આજે એટલે કે શુક્રવારે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હસન નસરાલ્લાહુ બેરૂતમાં તેમના હેડક્વાર્ટરમાં તેમના બંકરમાં ઈઝરાયેલી હવાઈ હુમલામાં માર્યો ગયો હતો. ઈઝરાયેલે જે રીતે હિઝબુલ્લાહને ધૂળ ચાટતું કર્યું તેથી તેના નેતાઓ અને સમર્થકો ચોંકી ગયા છે.

ઈઝરાયેલના મીડિયા રિપોર્ટસ અનુસાર હિઝબુલ્લાહના ચીફ હસન નસરાલ્લાહના અંતિમ સંસ્કાર શુક્રવારે કરવામાં આવશે, જો કે તેમના અંતિમ સંસકારને લઈને હજુ પણ સસ્પેન્સના વાદળો છવાયેલા છે. બધું ખૂબ જ ગોપનીય રીતે કરવામાં આવી રહ્યું છે. હસન નસલ્લાહના મૃતદેહને લઈને હજુ પણ સસ્પેન્સ છે. હિઝબુલ્લાહના અધિકારીઓએ રોઈટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે ઈરાન સમર્થિત હિઝબુલ્લાહને પણ ઈઝરાયેલી હુમલાઓ અને હિઝબુલ્લાહ પર વધુ હુમલાના ભયને કારણે નસરાલ્લાહના ધાર્મિક અને નેતૃત્વના દરજ્જાને માન્યતા આપવા માટે દેશવ્યાપી અંતિમ સંસ્કાર યોજવાથી અટકાવામાં આવી છે, એટલે કે ઈઝરાયેલના ડરના કારણે નસરાલ્લાહના અંતિમ સંસ્કાર પણ ખૂબ જ ગુપ્ત રાખવામાં આવ્યા છે.

નસરાલ્લાહને તેમના મૃત્યુના લગભગ એક અઠવાડિયા પછી આજે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે તેમને કરબલ્લામાં દફનાવવામાં આવી શકે છે. તેના સન્માનમાં પ્રતિકાત્મક અંતિમ યાત્રા કાઢવામાં આવી શકે છે.

ઈઝરાયેલના હુમલાના ડરને કારણે તેને પ્રતિત્કાત્મક અંતિમ સંસ્કાર કહેવામાં આવી રહ્યું છે. તેને સંપૂર્ણ ગોપનીય રીતે બહાર પાડવાની તૈયારીઓ ચાલી રહી છે. એકવાર પરિસ્થીતિ સામાન્ય થઈ જાય પછી, નસરાલ્લાહના સન્માનમાં ધાર્મિક સમારોહ યોજવામાં આવશે.

હિઝબુલ્લાહે હજુ સુધી નસરાલ્લાહના અંતિમ સંસ્કાર અંગે કોઈ માહિતી આપી નથી. ઈરાકી વડાપ્રધાનના સલાહકાર મોહમ્મદ શિયા અલ-સુદૈનીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે નસરાલ્લાહને કરબલામાં ઈમામ હુસૈનની બાજુમાં દફનાવવામાં આવશે, જો કે એવી પણ અટકળો છે કે તેના મૃતદેહને લેબનોન, ઈરાકના કરબલ્લા અથવા ઈરાનના નજફમાં દફનાવવામાં આવી શકે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh