Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમના હસ્તે ડ્રો કરી વિજેતાઓ જાહેર કરાયા
'નોબત' દ્વારા નોબતના વાર્ષિક લવાજમ યોજના ર૦ર૪-રપ ના વાર્ષિક ગ્રાહકો માટે લોકસભાની ચૂંટણી સંદર્ભમાં ચૂંટણી સ્પર્ધા યોજાઈ હતી. આ ઉપરાંત ફ્રાન્સના પેરીસમાં યોજાયેલા વિશ્વના ખેલ મહાકુંભ સમાન ઓલિમ્પિક-ર૦ર૪ ના સંદર્ભમાં ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ હતી. બન્ને સ્પર્ધાના નિયમો પ્રમાણે ઈનામમાં એક કરતાં વધુ સ્પર્ધકો હોવાથી અંતિમ વિજેતાઓ નક્કી કરવા માટેના ડ્રો યોજાયા હતાં.
નોબતના નિમંત્રણને ખાસ માન આપીને અતિ વ્યસ્ત શેડ્યુઅલમાં પણ હાલારના સંસદસભ્ય પૂનમબેન માડમ નોબત કાર્યાલયમાં ડ્રો ની વિધિ માટે પધાર્યા હતાં. લોકસભાની ચૂંટણીમાં સતત ત્રીજી વખત જંગી બહુમતિથી ચૂંટાયા પછી નોબતના આંગણે પધારેલા સંસદસભ્ય પૂનમબેન માડમનું પુષ્પગુચ્છ વડે સ્વાગત નોબતના ચેતનભાઈ માધવાણી, દર્શકભાઈ માધવાણી તથા નિરવ માધવાણીએ કર્યું હતું.
નોબત અને માધવાણી પરિવાર સાથે માડમ પરિવારના સંસ્મરણો તાજા કરી પૂનમબેન માડમે તંત્રી પ્રદીપભાઈ માધવાણી તથા કિરણભાઈ માધવાણીની તબીયતના ખબર-અંતર પૂછયા હતાં.
તેમણે નોબત દ્વારા યોજાતી વિવિધ રસપ્રદ સ્પર્ધાઓ માટે નોબતની ટીમને અને નોબતના અભિગમને બિરદાવી અભિનંદન આપ્યા હતાં. હાલારના વાચકો અને નોબતના ગ્રાહકો માટે આવી સ્પર્ધાઓ એક વિશેષ આકર્ષણરૂપ બની રહે છે અને તેના કારણે જ આજે હાલારમાં નોબતનું સ્થાન લોકપ્રિયતા સાથે લોકોના હૃદયમાં પ્રસ્થાપિત થયેલું હોવાનો પ્રતિભાવ તેમણે વ્યકત કર્યો હતો.
બન્ને સ્પર્ધાના ડ્રો ની વિધિમાં તેમજ સમગ્ર ચૂંટણી સ્પર્ધાની પ્રક્રિયા માટે નોબતના પત્રકાર પી.ડી. ત્રિવેદીએ જવાબદારી નિભાવી હતી.
ઓલિમ્પિક સ્પર્ધામાં પણ અસંખ્ય લોકોએ ભાગ લીધો
હાલારના સુજ્ઞ વાચકો અને 'નોબત'ના વાર્ષિક ગ્રાહકો માટે મહાનગરપાલિકા, ધારાસભા કે લોકસભાની ચૂંટણી સમયે તેમજ ક્રિકેટના ટી-૨૦ કે ૫૦ ઓવરના વર્લ્ડ કપ નિમિત્તે સરળ પ્રશ્નો સાથેની સ્પર્ધા યોજવામાં આવે છે પણ ક્રિકેટ સિવાયની અન્ય રમતો પ્રત્યે પણ લોકોને રસ જાગે તથા અન્ય રમતોને પણ પ્રોત્સાહન મળે તેવા હેતુસર ઓલિમ્પિક સ્પર્ધા પણ ચૂંટણી સ્પર્ધાની જેમ યોજવામાં આવી હતી. જેમાં પણ અસંખ્ય વાર્ષિક ગ્રાહકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
ચૂંટણી સ્પર્ધા ર૦ર૪
પ્રથમ : સંપૂર્ણ સાચું: રૂ. ૧પ,૦૦૦ રોકડા (એક વ્યક્તિને): કોઈ નહીં
દ્વિતીયઃ એક ભૂલવાળું રૂ. ૧૧,૦૦૦ રોકડા (એક વ્યક્તિને): કિશોરભાઈ એસ. શાહ
તૃતીયઃ બે ભૂલવાળું: રૂ. પ૦૦૦ રોકડા (એક વ્યક્તિને) મેઘજીભાઈ કટારમલ
ચતુર્થઃ ત્રણ ભૂલવાળું: રૂ. ૧,૦૦૦ રોકડા (પાંચ વ્યક્તિને): (૧) રામભાઈ માતંગ, (ર) દિપકભાઈ ગોકાણી, (૩) પ્રવિણચંદ્ર પંડ્યા, (૪) ગીતાબેન શાહ, (પ) નારણદાસ કાનાણી
ઓલિમ્પિક સ્પર્ધા
પ્રથમઃ તદ્દન ખરૃં : રૂ. પ૦૦૦ (ત્રણ વ્યક્તિને) રોકડા
(૧) ગોપાલ ઈન્ડસ્ટ્રીઝ, (ર) મુકેશભાઈ મોનાણી (વલ્લભ જવેલર્સ), (૩) મિલનકુમાર વૈષ્ણવ
દ્વિતીયઃ એક ભૂલવાળું : રૂ. ૩૦૦૦ રોકડા (પાંચ વ્યક્તિને) વિજેતાઃ
(૧) હર્ષાબેન જોષી
(ર) રસીકગીરી ગોસાઈ
(૩) દિપકભાઈ વસા
(૪) પ્રભાતસિંહ જાડેજા
(પ) લાભ મોહન એન્ટરપ્રાઈઝ (કલ્પેશભાઈ)
ખાસ નોંધઃ ઉપરોકત બન્ને સ્પર્ધાના જાહેર કરાયેલા માનવંતા વિજેતા ગ્રાહકોએ તેમના ઈનામની રકમ તા. ૦પ-૧૦-ર૪ થી ૧પ-૧૦-ર૪ સુધીમાં સાંજે ૬ થી ૮ વાગ્યા દરમ્યાન નોબત કાર્યાલયમાં પાકી પહોંચની ઝેરોક્ષ અને આઈડી પ્રૂફ સાથે રૂબરૂમાં આવીને મેળવી લેવાના રહેશે.
:: તમામ વિજેતાઓને અભિનંદન ::
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial