Advertisement
Author: નોબત સમાચાર

તિરૂપતિ બાલાજીના મંદિરમાં પ્રસાદના મુદ્દે સુપ્રિમ કોર્ટે રચી નવી એસ.આઈ.ટી.

આ આસ્થાનો સવાલ છે- રાજકીય અખાડો ન બનાવાયઃ અદાલત

નવી દિલ્હી તા. ૪: તિરૂપતિ બાલાજીના ભેળસેળિયા પ્રસાદના મુદ્દે રાજ્ય સરકારની એસ.આઈ.ટી.ના સ્થાને સુપ્રિમ કોર્ટે નવી એસ.આઈ.ટી.ની રચના કરી છે.

તિરુપતિમાં ભગવાન વેંકટેશ્વર બાલાજીના મંદિરના પ્રસાદમાં ભેળસેળનો વિવાદ સુપ્રિમ કોર્ટમાં પહોંચ્યો છે. પ્રસાદના લાડુમાં ભેળસેળયુક્ત ઘીના કથિત ઉપયોગ મામલે આજે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સુપ્રિમ કોર્ટે આ તપાસ માટે નવી એસઆઈટીની રચના કરી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે રાજ્ય સરકારની એસઆઈટી તિરૂપતિ બાલાજી પ્રસાદ બનાવવામાં વપરાતા ઘીમાં ભેળસેળના આરોપોની તપાસ નહીં કરે. આ માટે નવી એસઆઈટીની રચના કરવામાં આવી છે. સીબીઆઈ ડિરેક્ટરની દેખરેખ હેઠળ નવી વિશેષ તપાસ સમિતિની રચના કરી છે.

તિરૂપતિ પ્રસાદમ્ વિવાદ મામલે સુપ્રિમ કોર્ટે મોટો નિર્ણય લીધો છે. સુપ્રિમ કોર્ટે આ કેસની તપાસ માટે એસઆઈટીની રચના કરવાનો નિર્ણય લીધો છે, જેમાં પ સભ્યો હશે. તેમાં બે-બે ઓફિસર સીબીઆઈ અને રાજ્ય સરકારના રહેશે, જ્યારે એફએસએસએઆઈના એક એક્સપર્ટ પણ ટીમમાં સામેલ હશે. આ આદેશ આપતી વખતે કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ મામલાની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સોલિસિટર જનરલે જુની એસઆઈટીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો હોવા છતાં કોર્ટે નવી એસઆઈટીની રચના કરી હતી.

અદાલતે કહ્યું કે અમે કોર્ટને રાજકીય લડાઈના અખાડામાં ફેરવવા દેવા માગતા નથી. સુનાવણી દરમિયાન જસ્ટિસ ગવઈએ કહ્યું કે, સ્વતંત્ર સંસ્થા હશે તો આત્મવિશ્વાસ રહેશે. આ કેસની સુનાવણી ગઈકાલે એટલે કે બુધવારે મુલતવી રાખવામાં આવી હતી. એસજી તુષાર મહેતાએ કહ્યું હતું કે તેઓ શુક્રવારે કેન્દ્રનો જવાબ રજૂ કરશે. તેથી આ કેસની સુનાવણી એક દિવસ માટે મોકુફ રાખવામાં આવી હતી.

જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી. વિશ્વનાથનની બેન્ચ સમક્ષ સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે તેમને એસઆઈટીની ક્ષમતા પર કોઈ શંકા નથી. અમે ઈચ્છીએ છીએ કે તપાસની દેખરેખ કેન્દ્રિય પોલીસ દળના વરિષ્ઠ અધિકારીને સોંપવામાં આવે. મેં મુદ્દાની તપાસ કરી. આમાં એક વાત સ્પષ્ટ છે કે જો આ આરોપમાં સત્યતાનું કોઈ તત્ત્વ હોય તો તે અસ્વીકાર્ય છે. દેશભરમાં મક્તો છે. ખાદ્ય સુરક્ષા પણ મહત્ત્વપૂર્ણ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh