Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતના કેસમાં થઈ હતી સજાઃ
જામનગર તા. ૪: જામનગરના ઠેબા બાયપાસ પાસે રહેતા એક શખ્સને ચેક પરતના કેસમાં સજા ફટકારાયા પછી આ શખ્સ નાસી ગયો હતો. તેને એસઓજીએ પકડી પાડયો છે.
જામનગર-કાલાવડ માર્ગ પર ઠેબા ચોકડી નજીક પેટ્રોલ પંપ સામે રહેતા ઈકબાલ ઈબ્રાહીમ ડાકોર નામના શખ્સ સામે જામનગરની અદાલતમાં ગયા વર્ષે ચેક પરતની ફરિયાદ કરવામાં આવી હતી.
આ ગુન્હામાં અદાલતે આરોપીને સજા ફટકારી હતી. સજાના હુકમ સમયે કોર્ટમાં હાજર ન રહેલો આ શખ્સ નાસી ગયો હતો. ઉપરોક્ત આરોપી દરબારગઢ પાસે જામના ડેરા નજીક આવ્યો હોવાની બાતમી એસઓજીના વિજયભાઈ, મેહુલ વિસાણી, સંદીપ ચુડાસમાને મળતા દોડી ગયેલી એસઓજી ટીમે આ આરોપીને પકડી લીધો છે. તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંેંપાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial