Advertisement
Author: નોબત સમાચાર

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એસ.ટી. ડેપો ઉપર બસ રોકો આંદોલન

વિદ્યાર્થીઓને પડતી અગવડતાઓ અને પ્રશ્નો અંગે આવેદનપત્ર

જામનગરના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા જામનગરના એસ.ટી. ડેપો પર જઈ વિદ્યાર્થીઓને બસ મુસાફરીમાં, અપડાઉન કરવામાં પડતી અગવડતાઓ તથા અન્ય પ્રશ્નો અંગે બસ રોકો આંદોલન કર્યું હતું. બસોને રોકવાથી થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. ત્યારપછી એસ.ટી.ડેપો મેનેજરને આવેદનપત્ર પાઠવી પ્રશ્નોનો ઉકેલ ૭ દિવસમાં કરી આપવા રજુઆત કરી હતી. અન્યથા ઉગ્ર વિરોધ પ્રદર્શનની ચીમકી આપવામાં આવી હતી. જામનગરની આસપાસના વિવિધ ગામોમાંથી આવતા વિવિધ સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓ જે બસ દ્વારા આવે છે તેમને પૂરતી સગવળો મળતી નથી. એકસપ્રેસ બસો જ્યાં ટોપ હોય તેવા સ્ટોપ પર પણ ઉભી રહેતી નથી. જેને કારણે વિદ્યાર્થીઓને ખૂબ અગવડ પડે છે. સ્કૂલ અને કોલેજમાં હાજરી અંગે પ્રશ્નો ઉભા થાય છે. નિર્ધારિત સમય કરતાં બસ ખૂબ મોડી આવે છે. જેથી સમયસર પહોંચવામાં અડચણ ઉભી થાય છે. અમુક બસ કોઈપણ પ્રકારની સૂચના કે અગાઉ જાણકારી આપ્યા વિના રદ કરવામાં આવે છે. તે રૂટ પર બસ અમુક દિવસો એ દોડતી નથી આવી ઘટના લગભગ મહિનામાં સાત થી આઠ વખત થાય છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh