Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઈરાનના હૂમલાનો બદલો લીધોઃ
નવી દિલ્હી તા. ૪: ઈઝરાયલે ઈરાનને આક્રમક જવાબ આપતા હિઝબુલ્લાહ-હમાસના બંને નવા ચીફને ઠાર કર્યાનો દાવો કર્યો છે.
ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે તંગદીલી વધી રહી છે ને ઈરાનના ૧૮૦ મિસાઈલ હુમલાના જવાબમાં ઈઝરાયલે હિઝબુલ્લાહ અને હમાસ પર હુમલા શરૂ કરી દીધા છે. ઈઝરાયલે બેરૂત એરપોર્ટ નજીક હુમલો કર્યો હતો. બેરૂતનું આકાશ એક પછી એક ૧૦ હવાઈ હુમલાઓથી ગૂંજી ઉઠ્યું હતું. આ સાથે ઈઝરાયલની સેનાનું ગ્રાઉન્ડ ઓપરેશન પણ ચાલી રહ્યું છે. ઈઝરાયલે હમાસના નવા વડા હાઝી યાસર અબ્દ અલ-રઝેક ઔફીને ઠાર કર્યાનો પણ દાવો કર્યો છે.
અહેવાલો અનુસાર, ઈઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહના વરિષ્ઠ અધિકારી હાશિમ સફીદીનને પણ નિશાન બનાવવામાં આવ્યો હતો. આ દરમિયાન હિઝબુલ્લાએ પણ ઈઝરાયલી સેનાના ૧૭ અધિકારીઓ અને સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
સુત્રોના જણાવ્યાનુસાર, વેસ્ટ બેંક તુલકારમ પર ઈઝરાયલના હુમલામાં હમાસ નેટવર્કના વડાને ઠાર કરાયો છે. હમાસ આતંકીની ઓળખ ઝાહી યાસર અબ્દ અલ-રઝેક ઔફી થઈ છે. જો કે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
ઈરાનના હુમલાનો જવાબ કેવી રીતે આપવો તે અંગે ઈઝરાયલે હજુ સુધી નિર્ણય લીધો નથી. અમેરિકન પ્રમુખ જો બાઈડેને સ્પષ્ટ કર્યું છે કે, જો ઈઝરાયલ ઈરાનના પરમાણુ સ્થળો પર હુમલો કરશે તો અમેરિકા તેને સમર્થન નહીં આપે. જો કે, જ્યારે બિડેનને પૂછવામાં આવ્યું કે શું ઈઝરાયેલ ઈરાનના તેલના કુવાઓ પર હુમલો કરવા જઈ રહ્યું છે તો તેણે કહ્યું કે તે આ અંગે જાહેરમાં વાત કરશે નહીં.
બીજી તરફ લેબનોનના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગત દિવસોમાં ઈઝરાયેલના હુમલામાં ૩૭ લોકોના મોત થયા છે અને ૧પ૧ લોકો ઈજાગ્રસ્ત થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial