Advertisement
Author: નોબત સમાચાર

મારી દુકાનેથી મસાલો કેમ લેતો નથી તેમ કહી વેપારી સહિત બેએ કર્યાે હલ્લો

જૂની માથાકૂટનો ખાર રાખી બર્ધનચોકમાં યુવકને મારઃ

જામનગર તા. ૪: જામનગરના દિગ્જામ વુલ મીલ નજીક વસવાટ કરતા એક યુવાનને બર્ધનચોકમાં ત્રણ શખ્સે મોટરસાયકલ આડુ નાખી રોકી લીધા પછી મારકૂટ કરી  છરીથી ચેકા માર્યાની ફરિયાદ કરવામાં આવી છે. મારી દુકાનેથી પાન-મસાલો કેમ લેતો નથી તેમ કહી કાલાવડના મુળીલા ગામના એક યુવાનને બે શખ્સે ફડાકા ઝીંકી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી છે.

જામનગરના દિગ્જામ વુલન મીલ પાસે ખેતીવાડી ફાર્મ પાસે રાવળવાસમાં રહેતા આકાશ ધીરૂભાઈ પરમાર નામના યુવાન ગઈ તા.૨૯ની રાત્રે બર્ધનચોકમાં હતા ત્યારે બાઈક પર ધસી આવેલા અયાન મહેબુબ પઠાણ, સાહિલ નશીર ચૌહાણ, સમીર રફીક ઘુમરા નામના ત્રણ શખ્સે તેઓને રોકી લીધા હતા.

આ શખ્સોએ અવરોધ કરી અયાન સાથેની જૂની માથાકૂટનો ખાર રાખી બોલાચાલી શરૂ કર્યા પછી સમીરે છરીથી હુમલો કર્યાે હતો અને બાકીના બે શખ્સે ઢીકાપાટુથી માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આકાશ પરમારે ફરિયાદ કરી છે.

કાલાવડ તાલુકાના મુળીલા ગામમાં રહેતા બાબુભાઈ પોલાભાઈ પરમાર ગઈકાલે બપોરે ધમભા જાડેજાની પાન, બીડીની દુકાને બેઠા હતા ત્યારે હમણા મારી દુકાનેથી પાન, મસાલો કેમ લેતો નથી. તેમ કહી બોલાચાલી કર્યા પછી ગાળો ભાંડી બાબુભાઈને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યા હતા. આ વેળાએ લક્કીરાજસિંહ હરદેવસિંહ જાડેજા નામના શખ્સે ફડાકા ઝીંકી લીધા હતા અને બંનેએ ઢીકાપાટુથી માર પણ માર્યાે હતો. કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં બાબુભાઈએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh