Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગુલાબનગરના શખ્સ સામે પોલીસે નોંધ્યો ગુન્હોઃ
જામનગર તા. ૪: જામનગરના ગુલાબનગરમાં રહેતા એક આસામીએ રૂ. ૪૦ હજાર રોજના રૂ. ૨૦૦ વ્યાજ લેખે મેળવ્યા પછી રૂ. ૬૦ હજાર ચુકવી આપ્યા હોવા છતાં વધુ વ્યાજની માગણી કરી એક શખ્સે તેમના પરિવારને મારવાની ધમકી આપી આ આસામીને મારકૂટ કરતા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં નવી નિશાળ પાસે રહેતા રજીયાબેન સાજીદભાઈ શેખ નામના મહિલાને પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેઓએ દસેક મહિના પહેલાં ગુલાબ નગરમાં અલીશા પીરની દરગાહ સામે ઢાળીયા નજીક રહેતા તૌફિક પીંજારા પાસેથી રૂ. ૨૦ હજાર બે વખત એમ કુલ રૂ. ૪૦ હજાર રજીયાબેન ના પતિ સાજીદ શેખે મેળવ્યા હતા અને તે વખતે તૌફિકે રોજના રૂ. ૨૦૦ લેખે વ્યાજ આપવાનું કહ્યું હતું.
આ રીતે રોજના રૂ. ૨૦૦ લેખે રૂ. ૬૦ હજાર વ્યાજ પેટે ચૂકવી આપવા છતાં વધુ વ્યાજની માગણી કરી તૌફિક પીંજારાએ પોતાની પાસે રહેલા સાજીદભાઈના બે ચેક પરત આપ્યા ન હતા અને સાજીદભાઈ ને માર મારી તેમના ઘરના સભ્યોને પણ હેરાન પરેશાન કરી નાખ્યા હતા. રજીયાબેને સિટી બી ડિવિઝનમાં તેની ફરિયાદ કરી છે. પોલીસે મનીલેન્ડર્સ એક્ટ તેમજ બીએનએસની કલમો હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial