Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સંસ્કૃતિ અને શક્તિના ઉત્સવરૂ૫ે નવરાત્રિનું આયોજનઃ
જામનગર તા. ૪: તાજેતરમાં 'જસ્ટ મોજ' દ્વારા નવરાત્રિ - સંસ્કૃતિ અને શક્તિના ઉત્સવરૂપે શિવાલિક શાઈન, લાખાબાવળમાં વેલકમ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં જસ્ટ મોજ પરિવારના તમામ ૧૮ પરિવારોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. ત્યારપછી સુરતથી આવેલી પ્રિયેશ હિરપરા અને તેમની ટીમ રાસ-ગરબાનો ભવ્ય માહોલ સજાવ્યો હતો. એક હજારથી પણ વધારે ભક્તો-ખેલૈયાઓ ઉલ્લાસભેર ગરબે ઘૂમ્યા હતાં. નિર્ણાયકો તરીકે સાગર નાંઢા અને ઈશા મોદીએ સેવા આપી હતી.
કાર્યક્રમની વિશેષતા એ હતી કે, આયોજકોએ દસ વર્ષથી નીચેના બાળકો અને સાંઠ વર્ષથી ઉપરના વડીલો માટે એન્ટ્રી ફ્રી હતી. સ્પર્ધકોને પ્રોત્સાહન આપવાના હેતુથી ૩૦ થી પણ વધારે અલગ-અલગ કેટેગરીમાં ઈનામો આપવામાં આવ્યા હતાં.
આ કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર તરીકે 'નોબત', વેન્યુ પાર્ટનર તરીકે શિવાલિક શાઈન અને પ્રિન્ટ પાર્ટનર તરીકે રાજ ડિઝાઈન્સ જોડાયા હતાં. કાર્યક્રમની સફળતા પછી 'જસ્ટ મોજ' પરિવારે એક સૂરમાં કહ્યું હતું કે, 'જસ્ટ મોજ'નો મુખ્ય ઉદ્દેશ લોકો 'મોજ' કરે એ છે, લોકો મોજથી ગરબા રમ્યા એ જ અમારા માટે સૌથી મોટી ઉપલબ્ધિ છે.'
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial