Advertisement
Author: નોબત સમાચાર

ફટાકડા વેચવાના પરવાના માટે પ્રાંત કચેરીમાં નિયત સમયમર્યાદામાં કરી શકાશે અરજી

ધ્રોલ, જામજોધપુર, લાલપુર વિસ્તારોમાં

ખંભાળીયા તા. ૪: ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર વિસ્તાર માટે દિવાળી તથા નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને હંગામી ધોરણે ફટાકડા વેંચાણનું લાયસન્સ મેળવવા અરજી કરી શકાશે. અરજદારોએ સંબંધિત પ્રાંત કચેરી ખાતે નિયમ સમય મર્યાદામાં પરવાના અંગેની અરજીઓ રજૂ કરવાની રહેશે.

ધ્રોલ, જામજોધપુર તથા લાલપુર તાલુકા વિસ્તારમાં આગામી દિવાળી નૂતનવર્ષના તહેવારોને અનુલક્ષીને મર્યાદિત જથ્થામાં ફટાકડા સંગ્રહ કે વેચાણ માટે પરવાનાની જરૂરિયાત હોય તેવી વ્યક્તિઓએ નિયત નમુનાઓમાં જરૂરી આધાર પુરાવાઓ સાથેની અરજી કરવા જણાવવામાં આવે છે. જેમાં ધ્રોલ વિસ્તાર માટે સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટની કચેરીમાં તા. ૧૦-૧૦-ર૪ સુધીમાં અરજી રજૂ કર્યેથી નિયમોનુસાર તપાસનીશ અધિકારીઓ, અભિપ્રાય મેળવી પરવાનો આપવાની કાર્યવાહી હાથ ધરી શકશે. આ અંગેના અરજી ફોર્મ સંબંધિત પ્રાંત અધિકારીની કચેરીમાંથી મળી શકશે. સમય મર્યાદા બાદ રજુ થયેલ ફટાકડા સંગ્રહ વેચાણ માટેના પરવાના બાબતની અરજીઓ કોઈ પણ સંજોગોમાં વિચારણામાં લેવામાં આવશે નહીં. જેની પણ સંબંધકર્તાઓએ નોંધ લેવી. દિવાળી તહેવારની ઉજવણી અંગે સરકાર દ્વારા અન્ય કોઈ ગાઈડલાઈન બહાર પાડવામાં આવશે તો તે આખરી ગણાશે તે બાબત ધ્યાને લેવા સરકારી યાદીમાં જણાવાયું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh