Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેડૂતોએ ખેતરોમાં વળતરની માંગણી સાથેના હોર્ડીંગ્સ લગાવ્યા
ખંભાળીયા તા. ૪: ગુજરાતમાં દ્વારકા જિલ્લામાં રાજ્યમાં સૌથી વધુ રપ૯ ટકા વરસાદ પડયો હોય. સરકારી તંત્ર નુકસાનીના વળતર ના ચુકવતા ખેડૂતો દ્વારા દ્વારકા જિલ્લામાં અનોખો પ્રયોગ કરાયો હતો. જેમાં ખેડૂતોએ ખેતરમાં તેમની માંગણી રજુઆતના મુદ્દાના હોર્ડીંગ લગાવ્યા હતાં. જેનું અનાવરણ એક વૃદ્ધ ખેડૂતે કર્યું હતુ. જેમાં ગુજરાત કિસાન કોંગ્રેસ-પ્રમુખ પાલભાઈ આંબલીયા પણ જોડાયા હતાં.
પાલભાઈ આંબલીયાએ જણાવેલ કે ત્રીસ વર્ષના સરેરાશ વરસાદમાં જો ૪૦ ટકા ઓછો પડે તો અછતગ્રસ્ત અને ૪૦ ટકા વધુ પડે તો લીલો દુકાળ ગણાય તેની સામે દ્વારકા જિલ્લામાં રપ૯ ટકા વરસાદ પડ્યો છે ૧૮ થી ર૪ જુલાઈ વચ્ચે પડેલા વરસાદના સર્વેનું સરકારે 'નાટક' કર્યું તેનાથી વધુ રર થી ર૯ ઓગસ્ટના પડ્યો પણ સરકારે ધ્યાન ના આપતા હોર્ડીંગમાં માંગ લખી ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો.
દ્વારકા જિલ્લાની વર્તુ-સાની સોરઠી નદીઓ દર વર્ષે ખેડૂતોનો પાક ધોઈ નાખતી હોય કાયમી ઉકેલ લાવવા, પ્રતિ વર્ષ પૂરમાં જામ રાવલ સંપર્ક વિહોણું થઈ જાય છે તેનો ઉકેલ લાવવા, ચાલુ વર્ષે જમીન ધોવાણનો તાકીદે સર્વે વળતર, દ્વારકા જિલ્લાને લીલા દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો, આખા જિલ્લામાં પાકને નુકસાન થયું હોય તમામ ખેડૂતોને પાક નુકસાની વળતર આપવા કેન્દ્ર સરકારે ર૦૧૬ થી ર૩ સુધીમાં ઉદ્યોગપતિઓના ૧૪ લાખ પ૬ હજાર કરોડ માફ કર્યા છે તો ચાલુ વર્ષે ખેડૂતનું સંપૂર્ણ ધીરાણ માફ કરવા માંગણી કરાઈ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial