Advertisement
Author: નોબત સમાચાર

સીસીએસની બેઠકમાં પ.એશિયાના સંકટની દેશ પર સંભવિત અસરોની કરાઈ ચર્ચા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને મળેલી

નવી દિલ્હી તા. ૪: કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટી એટલે કે સીસીએસની બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી, જેમાં પ. એશિયાના સંકટની દેશ પર સંભવિત અસરો અંગે ચર્ચા કરાઈ હતી.

પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે પીએમ મોદીની અધ્યક્ષતામાં કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠકમાં પશ્ચિમ એશિયામાં સંકટ અને તેની ભારત પર સંભવિત અસર અંગે ચર્ચા કરવામાં આવી હતી, તેમ સુત્રો જણાવે છે.

મળતી માહિતી મુજબ બેઠકમાં વરિષ્ઠ મંત્રીઓ ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતાં. પશ્ચિમ એશિયામાં સર્જાયેલી કટોકટીને કારણે ભારતમાં ક્રૂડ ઓઈલના પુરવઠાને અસર થવાની અને આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમતો વધવાની સંભાવના છે. તેનાથી ભારત સાથેના વેપાર પર પણ અસર પડી શકે છે. ભારત પશ્ચિમ એશિયામાં સંકટ પર પોતાની ચિંતા વ્યકત કરી ચૂક્યું છે. ભારતે કહ્યું છે કે, આ સંઘર્ષ વ્યાપક ન બનવો જોઈએ. ભારત પશ્ચિમ એશિયાની સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh