Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખેતરે ગયેલા વૃદ્ધને પણ આવી ગયો હાર્ટ એટેકઃ
જામનગર તા. ૪: જામજોધપુરના સીદસરમાં એક હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતા મૂળ જુનાગઢ જિલ્લાના બાર વર્ષના બાળકનું છાતીમાં દુખાવો ઉપડ્યા પછી મૃત્યુ નિપજ્યું છે. જયારે બાલાચડીમાં ખેતરે રખોપા માટે રહેલા વૃદ્ધને પણ હૃદયરોગનો હુમલો ભરખી ગયો છે.
જામજોધપુર તાલુકાના સિદસર ગામમાં આવેલા વિજાપુર વિદ્યાસંકુલમાં રહી અભ્યાસ કરતા મૂળ જુનાગઢ જિલ્લાના માણાવદર તાલુકાના સરદારનગરના વતની હેત નરેન્દ્રભાઈ કનેરીયા નામના બાર વર્ષના વિદ્યાર્થી ગયા સોમવારે સવારે સંકુલમાં હતા.
આ વેળાએ હેેતને છાતીમાં દુખાવો થવા લાગતા અને ચક્કર આવી જતા આ બાળકને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. પિતા નરેન્દ્રભાઈ પોપટભાઈ કનેરીયાએ પોલીસને જાણ કરી છે. માત્ર બાર વર્ષના બાળકને હૃદયનો દુખાવો ભરખી જતાં અરેરાટી પ્રસરી છે.
જોડિયા તાલુકાના બાલાચડી ગામના ધીરૂભાઈ કાથુભા વાઘેલા (ઉ.વ.૬૫) નામના વૃદ્ધ બુધવારે સાંજે ગામની સીમમાં આવેલા પોતાના ખેતરે રખોપા માટે ગયા હતા. ત્યાંથી ગઈકાલે સવારે તેઓ પરત નહીં આવતા પુત્ર ઉપેન્દ્રસિંહે ફોન કર્યાે હતો. તે કોલ નહીં ઉપડતા ખેતરે ધસી આવેલા ઉપેન્દ્રસિંહને એક ઝાડ નીચે પિતા બેશુદ્ધ જેવી હાલતમાં જોવા મળ્યા હતા. તેઓને સારવાર માટે જોડિયા દવાખાને લઈ જવાતા ફરજ પરના તબીબે આ વૃદ્ધને હૃદયરોગનો હુમલો ભરખી ગયો હોવાનું જાહેર કર્યું છે. પોલીસે પુત્રનું નિવેદન નોંધી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial