Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાણીજન્ય રોગો વધવા છતાં
અમદાવાદ તા. ૧૭: રાજ્યમાં પાણીજન્ય બીમારીઓ વધી રહી હોવા છતાં પાણીની શુદ્ધતા ચકાસવામાં ગુજરાત ટોચના ૧પ રાજ્યમાં પણ નહીં આવતા ટીકા થઈ રહી છે.
પાણીની શુદ્ધતા ચકાસવાને મામલે સરકારી તંત્ર જ પાણીમાં બેસી ગયું હોય તેવું ચિત્ર સામે આવી રહ્યું છે. એક વર્ષમાં ગુજરાત સરકાર દ્વારા પાણીના માત્ર ૧.પર લાખ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીના સૌથી વધુ સેમ્પલ ચકાસતા રાજ્યોમાં ગુજરાત ટોપ-૧પ માં પણ નથી.
વર્ષ ર૦ર૩-ર૪ માં ગુજરાતમાં પાણીના ૧,પર,પ૦૭ સેમ્પલ લેવામાં આવ્યા હતાં. આ પૈકી ૧૪,૯રર સેમ્પલ દૂષિત હોવાનું સામે આવ્યું છે. દૂષિત સેમ્પલમાંથી ૧૩,૮૩૪ સામે નક્કર પગલાં લેવામાં આવ્યા હોવાનો દાવો કરાયો છે.
ગુજરાતમાં પાણીજન્ય રોગનું પ્રમાણ સતત વધી રહ્યું છે, ત્યારે પાણીના સેમ્પલ લેવાનું પ્રમાણ ખૂબ જ ઓછું છે. પાણીના સેમ્પલ લેવામાં ટોચના ૧પ રાજ્યોમાં પણ સમાવેશ નહીં હોવો તેનું દૃષ્ટાંત છે, અને તેની આલોચના થઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial