Advertisement
Author: નોબત સમાચાર

અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા જામનગરમાં શ્રીમદ્દ પ્રજ્ઞાપુરાણ કથા

જામનગર તા. ૧૭: અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર- જામનગર દ્વારા શ્રીમદ્દ પ્રજ્ઞાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથા તા. ૧૮ થી તા. ૨૨ સુધી દરરોજ બપોરે ૩ થી સાંજના ૬ શ્રી કામેશ્વર મહાદેવ મંદિર, જુની આરામ કોલોની, મહેર સમાજની સામેની ગલી, ખોડીયાર કોલોની, જામનગરમાં રાખવામાં આવી છે. પોથીયાત્રા તા. ૧૭ ના બપોરે ૩ વાગ્યે જમનભાઈ ભંડેરી (જુની આરામ કોલોની)ના નિવાસ સ્થાનથી કથા સ્થળ સુધી જશે.  હરિદ્વારના પ્રતિનિધિ જામનગર ગાયત્રી પરિવારના પ્રજ્ઞાપુત્રી શ્રી ચંદ્રબા રાઠોડ વ્યાસાસને બિરાજીને કથાનું રસપાન કરાવશે. તા. ૨૨-૧૨ ને રવિવારે સવારે ૧૧ વાગ્યે કુંડીયજ્ઞ અને સંસ્કાર વિનામૂલ્યે કરી આપવામાં આવશે. સાંજે ૭:૩૦ થી ૧૨ વાગ્યા સુધી સંસ્કારો વાળાએ પહોંચવાનું રહેશે. વધુ વિગત માટે જમનભાઈ ભંડેરી મો. ૯૩૭૬૯ ૩૦૧૧૧ અથવા વિશાલભાઈ ખખ્ખર મો. ૮૬૯૦૦ ૦૧૩૦૦ નો સંપર્ક કરવા નિમંત્રક કામેશ્વર મહાદેવ મિત્ર મંડળ-જામનગર દ્વારા જણાવાયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh