Advertisement
Author: નોબત સમાચાર

ખોટા દસ્તાવેજ રજૂ કરી નોકરી મેળવી લેવા અંગેના કેસમાં ફરમાવાયો છૂટકારો

શિક્ષક તરીકે નોકરી મેળવ્યાનો હતો આક્ષેપઃ

જામનગર તા. ૧૭: કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામમાં એક શિક્ષક સામે ખોટા દસ્તાવેજ રજૂ કરી નોકરી મેળવી લેવા અંગે ૧૨ વર્ષ પહેલાં ગુન્હો નોંધાયો હતો. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો કર્યાે છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ડાંગરવડ ગામમાં આવેલી શાળામાં એક શિક્ષક પોતે લાયકાત ધરાવતો ન હોવા છતાં પોતાના ભાઈના સર્ટીફિકેટ રજૂ કરી શિક્ષકની નોકરી મેળવી ફરજ બજાવતો હોવાની અરજી થતાં તપાસ યોજાઈ હતી. જેમાં તથ્ય જણાતા તે શિક્ષક અને તેના ભાઈ સામે બોગસ દસ્તાવેજ ઉભા કરી તેના આધારે નોકરી મેળવી લેવા અંગે વર્ષ ૨૦૧૨માં ગુન્હો નોંધાયો હતો. ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા જિલ્લા શિક્ષણાધિકારી સહિત અન્ય વ્યક્તિઓની ઉલટ તપાસ કરાઈ હતી. બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ એસ.એન. ગોસ્વામી, મહેન્દ્ર ભોગાયતા, વિમલ ચૌહાણ રોકાયા હતા.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh