Advertisement
Author: નોબત સમાચાર

રેલ્વેમાં ઉર્જા સંરક્ષણ માટે રાજકોટ ડિવિઝનને મળ્યો રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ

નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડસ-૨૦૨૪ હેઠળ

જામનગર તા. ૧૭: બ્યુરો ઓફ એનર્જી અફિશિયન્સી, પાવર મંત્રાલય, ભારત સરકાર દ્વારા આયોજિત પ્રતિષ્ઠિત નેશનલ એનર્જી કન્ઝર્વેશન એવોર્ડઝ ૨૦૨૪માં રાજકોટ ડિવિઝનએ તેની જીતનો સિલસિલો ચાલુ રાખ્યો હતો. પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનને વર્ષ ૨૦૨૪ માટે ટ્રાન્સપોર્ટ સેકટરમાં તૃતીય પુરસ્કાર (માન્યતાનું પ્રમાણપત્ર) પ્રોજેકટ ઓટોમેશન ઓફ અંડરગિયર લાઈટસ માટે મળ્યો છે. ૧૪ ડિસેમ્બર ૨૦૨૪ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં ઉર્જા મંત્રાલય દ્વારા આયોજિત એક સમારંભમાં સચિવ (પાવર) પંકજ અગ્રવાલ દ્વારા રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ ઈલેકિટ્રકલ એન્જિનિયર (પાવર) શ્રીમતી રજની યાદવને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.

રાજકોટ ડેપોમાં પીટલાઈન લાઈનમાં સ્થાપિત અન્ડરગિયર એલઈડી લાઈટોને સ્વાયત રીતે ચલાવવા બદલ આ એવોર્ડ મળ્યો છે. પીટલાઈનના ઓટોમેશનનો હેતુ અલ્ટ્રાસોનિક ટેકનોલોજી દ્વારા ભારતીય રેલ્વેના કોચિંગ ડેપોની પીટ લાઈનમાં ઉર્જા બચાવવાનો છે. આ પીટલાઈન ઓટોમેશનમાં ૩ નં. ના આઈપીઓ ૬૫ અલ્ટ્રાસોનિક સેન્સર છે. જે પીટ લાઈનમાં સ્થાપિત અંડરગિયર લાઈટ્સને નિયંત્રિત કરે છે. આ સિસ્ટમ પીટ લાઈનના તે ભાગ પર તમામ અન્ડરગિયર લાઈટને બંધ કરે છે જેના પર પરીક્ષણ કરવા માટે કોઈ રોલિંગ સ્ટોક નથી, આમ ઉર્જા ખર્ચ બચે છે.

ઉપરોકત પિટલાઈન ઓટોમેશનને અમલમાં મૂકવાથી ૧ પીટ લાઈન માટે લગભગ ૫૦૪ કેડબલ્યુએચ (યુનિટ) દર મહિને (૬૦૪૮ કેડબલ્યુએચ પ્રતિ વર્ષ) ઉર્જા બચત થાય છે. આ પીટલાઈન ઓટોમેશનનો ઉપયોગ કરીને, ભારતીય રેલ્વેમાં પીટ લાઈનમાં અન્ડરગિયર લાઈટોને આપમેળે ઓપરેટ કરી શકાય છે. દર વર્ષે ઓછામાં ઓછા ૧૮૦ ટન કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો થવાની ધારણા છે અને દર વર્ષે કુલ અપેક્ષિત ઉર્જા બચત ૬૦૪૮ કેડબલ્યુ અને દર વર્ષે પીટ લાઈન દીઠ રૂ. ૫૧૦૦૦ની બચત થશે.

રાજકોટ ડિવિઝનના રેલવે મેનજર અશ્વિની કુમારે રાજકોટ ડિવિઝનની આ મહત્ત્વની સિદ્ધિ બદલ સૌને અભિનંદન પાઠવ્યા હતા અને તેને રેલવે કર્મચારીઓ અને અધિકારીઓના સમર્પણ અને મહેનતનું પરિણામ ગણાવ્યું હતું.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh