Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં ૬ સ્માર્ટ સિટી માટે અત્યાર સુધી ૧૦,૮૨૪ કરોડ ખર્ચાયાઃ ૧પ પ્રોજેક્ટ બાકી

કુલ ૩પ૪ માંથી ૩૩૯ પ્રોજેક્ટ પૂરા થયા હોવાનો દાવોઃ

અમદાવાદ તા. ૧૭: ગુજરાતના ૬ શહેરને 'સ્માર્ટ' બનાવવા રૂ. ૧૦,૮ર૪ કરોડ ખર્ચાયા છે, જેમાં સુરતમાં સૌથી વધુ પ્રોજેક્ટ છે.

સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતમાંથી અમદાવાદ સહિત ૬ શહેરને પસંદ કરવામાં આવ્યા છે. ગુજરાતમાં સ્માર્ટ સિટીમાં ૩પ૪ પ્રોજેક્ટ પાછળ અત્યાર સુધી રૂપિયા ૧૦,૮ર૭.૧૪ કરોડ ખર્ચવામાં આવ્યા છે. હજુ ૧પ પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા ૬ર૭.રર કરોડ ખર્ચાવાના બાકી છે.

શહેરી માળખાકીય સુવિધાઓ, જીવનની ગુણવત્તા અને ટકાઉ વિકાસને વધારવા માટે ભારત સરકારે રપ જૂન, ર૦૧પ ના સ્માર્ટ સિટીઝ મિશનની શરૂઆત કરી હતી. આ મિશનનો હેતુ સામાજિક, નાણાકીય અને સંસ્થાકીય પાસાઓનો વિકાસ કરીને શહેરોને મોડલ શહેરી વિસ્તારોમાં પરાવર્તિત કરવાનો છે. આ હિશન હેઠળ સમગ્ર ભારતમાંથી ૧૦૦ શહેરો પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાતમાંથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર અને દાહોદ એમ છ શહેરોની પસંદગી કરવામાં આવી છે.

સ્માર્ટ સિટીઝમાં વધુ સારી હેલ્થકેર સિસ્ટમ, ગવર્નેન્સ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ, સિક્યોરિટી સર્વિલેન્સ, સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારની તકો જેવી સુવિધાઓ સામેલ છે. શહેરોમાં વધી રહેલી ભીડ અને ટ્રાફિકને ઘટાડવાનું, નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવાનું અને પ્રદૂષણ ઘટાડવાનું લક્ષ્ય સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેવવામાં આવ્યું છે. એટલું જ નહીં, રોડ એક્સિડન્ટ્સને રોકવા તેમજ સાયકલ ચાલકો માટે અલગ માર્ગ બનાવવા જેવી સુવિધાઓ વિક્સાવવામાં આવે છે.

સ્માર્ટ સિટી હેઠળ સુરતમાં સૌથી વધુ ૮ર, રાજકોટમાં ૭૧, અમદાવાદમાં ૭૦ પ્રોજેક્ટ છે. અમદાવાદમાં કુલ ૭૦ પ્રોજેક્ટ પાછળ ૧૧,૪પ૧ કરોડ રકમ છે. આ પૈકી હવે માત્ર ૧ પ્રોજેક્ટ પાછળ બાકી છે. આ પ્રોજેક્ટ અંદાજે રૂપિયા ર૬ર૬ કરોડનો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh