Advertisement
Author: નોબત સમાચાર

આહિર એકટીવ ગ્રુપ- જામનગર આયોજીત ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન

સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી

જામનગર તા. ૧૭: સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ-જામનગરના સૌજન્યથી આહિર એકટીવ ગ્રુપ-જામનગર દ્વારા આયોજીત સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રોફી-૨૦૨૪-૨૫ ઓપન ગુજરાત ટેનીસ બોલ ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ૧૪ વર્ષથી વધુ વયજુથના આહિર સમાજના ખેલાડીઓ માટે કરવામાં આવ્યું છે.

જામનગરમાં જામનગર-ખંભાળીયા બાયપાસ ચોકડી, ન્યુ જામનગરની સામે, નીઓ ફાર્મ, જામનગર. મેદાનમાં આ ટુર્નામેન્ટનો પ્રારંભ તા. ૨૪-૧૨-૨૦૨૪ના દિવસે કરવામાં આવશે. આહિર સમાજના ખેલાડીઓ માટે મર્યાદીત ઓવરની ડે ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટેના નિયત ફોર્મ (૧) જામનગરમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, નીઓ સ્કવેર, અંબર સિનેમાની બાજુમાં ફોન (૦૨૮૮-૨૬૭૬૬૮૮) (૨) ખંભાળીયામાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, પોસ્ટ ઓફિસ રોડ, (ફોન ૦૨૮૩૩-૨૩૩૩૮૮) (૩) ભાણવડમાં સ્વ. હેમતભાઈ રામભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ, વેરાડ નાકા બહાર (ફોન ૦૨૮૯૬-૨૩૨૧૮૮) સ્થળેથી મળી શકશે.

આ ટૂર્નામેન્ટમાં મર્યાદીત સંખ્યામાં ટીમ લેવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણે એન્ટ્રી સ્વીકારવામાં આવશે. ટુર્નામેન્ટનો ડ્રો તા. ૨૧-૧૨-૨૦૨૪ના રાત્રે ૬.૩૦ વાગ્યે સત્યમ કોલોની, આહિર સમાજની વાડી, જામનગરમાં રાખેલ છે. ટુર્નામેન્ટનો ફાઈનલ મેચ તા. ૧૨-૦૧-૨૦૨૫ રવિવારના દિવસે રાખવામાં આવેલ છે.

આ ટુર્નામેન્ટ અંગે વિગતવાર માહિતી માટે આયોજકશ્રી (૧) આનંદભાઈ માડમ (૨) મહેશભાઈ ચાવડા (મો. ૯૮૭૯૦ ૭૩૬૮૩) (૩) ભરતભાઈ બૈડીયાવદરા (મો. ૯૯૭૮૫ ૫૩૭૫૭) (૪) લાલાભાઈ ગોજીયા (મો. ૮૨૦૦૦ ૫૭૫૭૨) (૫) રામભાઈ ભેટારીયા (મો. ૯૯૨૫૯ ૯૦૧૪૬) (૬) નિલેશભાઈ કનારા મો. (૯૯૯૮૭ ૭૫૯૬૯)નો સંપર્ક કરવોે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh