Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાંથી પાંચ વર્ષમાં ઝડપાયું રૂપિયા ૭૦ કરોડનું ડ્રગ્સઃ ૧૦૦ થી વધુ વિદેશીઓ દબોચાયા

દરિયાકિનારા તથા પોર્ટ વિસ્તારો બન્યા હેરાફેરીના હબઃ

અમદાવાદ તા. ૧૭: ગુજરાત ડ્રગ્સ લેન્ડિંગ હબ બન્યું હોય તેમ પાંચ વર્ષમાં ૭૦ હજાર કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. ૧૦૦ થી વધુ વિદેશીઓની ધરપકડ કરાઈ હોવાનું જાણવા મળે છે.

છેલ્લા પ વર્ષમાં ગુજરાતના દરિયાકિનારે અને બંદરો પરથી અંદાજે ડ્રગ્સ સાથે ૧૦૦ થી વધારે પાકિસ્તાની અને ઈરાની નાગરિકોની ધરપકડ કરાઈ છે. આ વર્ષના જાન્યુ.માં ૧૧૩.પ૬કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કરીને ૬૧ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.

જાન્યુઆરીથી નવેમ્બર ર૦ર૪ દરમિયાન પૂર્વ અને પશ્ચિમ કચ્છમાંથી પોલીસે ૧૧૩.પ૬ કરોડનું ડ્રગ્સ જપ્ત કરીને ૬૧ ડ્રગ્સ માફિયા અને ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી છે.

કચ્છ પોલીસ વડા ચિરાગ કોરડિયાએ જણાવ્યું હતું કે, 'કચ્છના બોર્ડર એરિયા અને દરિયાઈ સીમા તરફ જતા અને આવતા શંકાસ્પદ માણસોની તપાસ અને સર્વેલન્સ પણ ચાલી રહ્યું છે. તેથી છેલ્લા કેટલાક સમયથી ડ્રગ્સ માફિયા મોટા પ્રમાણમાં પકડાઈ રહ્યા છે.'

બીજી તરફ નાર્કોટિકના વર્તુળોમાંથી મળતી જાણકારી મુજબ 'ગુજરાતમાં ર૦ર૦ માં પ૯પ૮ કરોડ રૂપિયા અને ર૦,૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ એમ બે મોટી ખેપ પકડાઈ હતી. ર૦ર૧ માં ર૧,૦૦૦ કરોડ રૂપિયાનું અને ૩ હજાર કરોડ રૂપિયાનું એમ ર ડ્રગ્સની બે મોટી ખેપ ઝડપાઈ હતી. ર૦રર માં એક સાથે ર૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું. ત્યારપછી ત્રણ અલગ અલગ રેડમાં તબક્કાવાર પ૦૦ કરોડ રૂપિયા, ૭૦૦ કરોડ રૂપિયા અને ૧ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હતું.'

વર્ષ ર૦ર૩ માં પ૦૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું હતું, જ્યારે વર્ષ ર૦ર૪ ની શરૂઆતમાં જ ડીઆરઆઈ અને એટીએસની ટીમ દ્વારા કોલકાતાના એક પોર્ટ પરથી ગુજરાતમાં લવાતું ર૦૦ કરોડ રૂપિયાથી વધારેનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. ત્યારપછી કોસ્ટગાર્ડની મદદથી એટીએસ અને એનસીબીની ટીમે ૭૦૦ કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. અંકલેશ્વરની ફાર્માસ્યુટિકલ કંપનીમાંથી પ૦૦૦ કરોડનું કોકેન પણ જપ્ત કર્યું હતું.

ગુજરાતમાં કંડલા, મુન્દ્રા, પીપાવાવ, ગાંધીધામ, પોરબંદર વગેરે બંદરો ડ્રગ માફિયાઓના હોટ ફેવરીટ બની ગયા છે. ઈન્ટરનેશનલ ડ્રગ્સ માફિયાઓએ ગુજરાતના પોર્ટ અને દરિયકિનારાને ડ્રગ્સની હેરાફેરીનું સેન્ટર બનાવી દીધું છે. ઈરાન, અફઘાનિસ્તાન અને પાકિસ્તાનમાંથી આવતા ડ્રગ્સને ગુજરાતની દરિયાઈ સીમામાંથી ઘૂસાડાય છે અને પછી દેશમાં અન્ય કોઈ ઠેકાણે આ ડ્રગ્સની ડિલિવરી કરાય છે.

એનસીબીના ભૂતપૂર્વ ઈન્ટેલિજન્સ અધિકારી અને નાર્કોટિક્સના નિષ્ણાત મોહનીશ ભલાએ જણાવ્યું કે, 'ગુજરાતનો દરિયાકિનારો ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ સ્પોટ હતું અને હવે ડ્રગ્સના લેન્ડિંગ માટેનું હબ બનતું ગયું છે.'

ગુજરાતના બંદરો અને દરિયાઈ સીમામાં ઘૂસાડાયેલા ડ્રગ્સની દેશના અન્ય પોર્ટ ઉપર અથવા તો દરિયામાં અધવચ્ચે ડિલિવરી કરાતી હોય છે અને તેને ખાનગી જગ્યાએ છૂપાવી દેવામાં આવે છે. અફઘાનિસ્તાનથી આવતું

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh