Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એડવોકેટ ગૌતમ ગોહિલ દ્વારા
જામનગર તા. ૧૭: જામનગરમાં ડી.પી. કપાત માટે જાહેર કરેલ જગ્યાઓ તાકિદે ખાલી કરાવવા અંગે મ્યુનિ. કમિશ્નર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.
એડવોકેટ ગૌતમ ગોહિલએ આ રજૂઆતમાં જણાવ્યું કે, શહેરમાં ડી.પી. કપાત જાહેર કરેલ નવા જુના બાંધકામોવાળી જગ્યાઓ વર્ષોથી જેમની તેમ જ જોવા મળે છે. માલીક ઈરાદાપૂર્વક ડી.પી. કપાત વાળી જગ્યા ખાલી કરતા નથી.
પરીણામે ડી.પી. કપાત કર્યાનો કોઈ મતલબ રહેતો નથી. રોડ-રસ્તા જેમનાં તેમાં સાંકડા છે. પરીણામે રાહદારીઓ-વાદન ચાલકો હેરાન થાય છે. ટ્રાફિક જામ થાય છે.
નવા-જુના બાંધકામોની મ્યુનિ.એ રજાચીઠ્ઠી આપ્યા પછી અને કામ પુરૂ થઈ ગયા પછી મનપાનાં જવાબદાર અધિકારીઓએ ડી.પી. કપાત કરવાની કોઈ જ દરકાર કરી નથી. અને ઓટા, પગથીયા બનાવી લીધા છે. દિવાલ ઉભી કરી છે. અને રોડ-રસ્તા પહોળા થવા દેતા નથી. આથી સત્વરે કાર્યવાહી કરવી જોઈએ.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial