Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દર્દીઓને થશે ઘણી રાહત
ખંભાળીયા તા. ૧૭: ગુજરાત રાજ્યની સરકારી જિલ્લા હોસ્પિટલો તથા પેટા હોસ્પિટલો દ્વારા રોગી કલ્યાણ સમિતિઓ નીમીને પહોંચ આપીને હોસ્પિટલમાં વિવિધ સેવાઓ તથા એપ્રેન્ટીસો તથા વધારાના ખર્ચને પહોંચી વળવા માટે ઓ.પી.ડી., આઈ.પી.ડી., ડિલિવરી, એક્સરે, લેબોરેટરી રિપોર્ટ વિગેરે માટે ચાર્જ લેવામાં આવતા હોય, રાજ્યના અધિક નિયામક આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યની હોસ્પિટલો સરકારીના સિવિલ સર્જનો, અધિક્ષકોને પત્ર લખીને પરિપત્ર જારી કરીને રોગી કલ્યાણ સમિતિઓ દ્વારા લેવાતા આ યુઝર્સ ચાર્જીસને કારણે ગરીબ દર્દીઓ પર આર્થિક બોજો પડતો હોય, એક્સરે લેબ રિપોર્ટ, ઓ.પી.ડી., આઈ.પી.ડી. તથા ડિલિવરી જેવા કેસોમાં યુઝર્સ ના લઈને આ માટેનો ખર્ચ તંત્ર દ્વારા અપાતી ગ્રાન્ટ તથા લોક ભાગીદારી કંપનીઓના સી.એલ.એમ. ફંડમાંથી ખર્ચ કરવા માટે જણાવાયું છે.
રાજ્યની સરકારી હોસ્પિટલો જિલ્લા તથા તાલુકા કક્ષાની હોસ્પિટલોમાં થોડા સમયમાં રોગી કલ્યાણ સમિતિ યુઝર્સ ચાર્જ બંધ કરશે. જેથી દર્દીઓને રાહત થશે તો ખર્ચને પહોંચી વળવા રોગી કલ્યાણ સમિતિના પ્રમુખ દરેક જિલ્લાના કલેક્ટર હોય, તેમની મદદથી ખાનગી કંપનીઓના સી.એલ.એમ. ખર્ચના નાણા આ કાર્ય માટે ઉપયોગ થાય તે માટે પણ પ્રયત્નો શરૂ થયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial