Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચૂંટણી પહેલા વડાપ્રધાન ટ્રુડોને ઝટકો
વોશીંગ્ટન તા. ૧૭: કેનેડામાં નવાજુની થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે અને ડે.પી.એમ. પછી જગમીતસિંહે પણ ટ્રુડોને ઝટકો આપ્યો છે.
કેનેડામાં ચૂંટણી પહેલા વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોને મોટો ઝટકો લાગ્યો છે. કેનેડાના ડેપ્યુટી પીએમ અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે સોમવારે અચાનક રાજીનામું આતા તેમણે ટ્રુડોની યોજનાઓને રાજકીય ચાલ પણ ગણાવી હતી.
ફ્રીલેન્ડે ટ્રુડોને એક પત્ર લખ્યો હતો જે તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેમણે ટ્રુડો સાથેના પોતાના મતભેદ વિષે જણાવ્યું હતું. કેબિનેટમાં ટ્રુડોના સૌથી નજીકના સાથી ગણાતા ફ્રીલેન્ડે નાણામંત્રી તેમજ નાયબ વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, ફ્રીલેન્ડ અને ટ્રુડો વચ્ચે કામચલાઉ ટેકસ બ્રેકસ અને અન્ય ખર્ચના પગલાં માટેના સરકારી પ્રસ્તાવને લઈને સંઘર્ષ થયો હતો. ફ્રીલેન્ડે ટ્રુડોને સંબોધીને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, શુક્રવારે, તમે મને કહ્યું હતું કે તમે નથી ઈચ્છતા કે હું નાણામંત્રી તરીકે સેવા આપું, જેથી તમે મને કેબિનેટમાં અન્ય પદની ઓફર કરી. આથી તેના પર ચિંતન કર્યા પછી, હું એવા નિષ્કર્ષ પર પહોંચી છું કે મારા માટે એકમાત્ર પ્રામાણિક અને શકય કાર્યવાહીએ કેબિનેટમાંથી રાજીનામું આપવાનું છે. જો કે ટ્રુડોની ઓફિસ તરફથી તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આવી ન હતી.
ખાલિસ્તાન સમર્થક અને ન્યૂ ડેમોક્રેટિક પાર્ટીના નેતા જગમીતસિંહે ટ્રુડોને કહ્યું છે કે, ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે આજે સવારે નાણામંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ રાજીનામું આપવું જોઈએ.
જગમીતસિંહે ટ્રુડો પર પ્રહારો કર્યા અને તેમના રાજીનામાની માંગ કરતા કહ્યું કે, અમે કરિયાણાની ખરીદી કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છીએ, યુવાનોને પોસાય તેવા આવાસ મળી શકતા નથી અને અમને ટ્રમ્પના ટેરિફનો ખતરો પણ છે, તેમજ કેનેડામાં હજારો નોકરીઓ જોખમમાં છે. એવામાં કેનેડિયનો માટે મહત્વપૂર્ણ મુદ્દાઓ સાથે વ્યવહાર કરવાને બદલે, વડાપ્રધાન તેમના પોતાના પક્ષની અંદર ચાલી રહેલી લડાઈ પર કામ કરી રહ્યા છે.
ભારત વિરૂદ્ધ ઝેર ઓકનાર ટ્રુડોની હાલત એવી થઈ ગઈ છે કે તેઓ પોતાની ખુરશી બચાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર ટ્રુડો રાજીનામું આપવાનું વિચારી રહ્યા છે. જયારે અમેરિકામાં ટ્રમ્પે જાહેરાત કરી છે કે તેમની સરકાર સત્તામાં આવતાની સાથે જ કેનેડા પર ટેકસ વધારશે. ટ્રમ્પની આ જાહેરાતથી ટ્રુડોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial