Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
નિફ્ટી પણ ૩૦૦ પોઈન્ટ જેટલો ગગડ્યોઃ
મુંબઈ તા. ૧૭: શેરમાર્કેટ આજે પણ કડડભૂસ થયું છે. સેન્સેક્સમાં ૧૦૨૦ થી વધુ પોઈન્ટનો ડાકો બોલ્યો છે.
શેરબજારમાં છેલ્લા કેટલાક દિવસોથી કડાકો જોવા મળી રહ્યો છે. આજે પણ સેન્સેક્સ અને નિફ્ટીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સના મોટાભાગના શેરમાં વધારો થઈ રહ્યો છે.
આ ઘટાડો હેવીવેઈટ શેરોમાં દબાણને કારણે વધારે છે. જે રોકાણકારો માટે સૌથી મોટો ડર બન્યો છે. આજે સેન્સેક્સમાં ૧૦૨૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટીમાં ૩૦૦ પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો.
બીએસઈ સેન્સેક્સના ટોચના ૩૦ શેરોમાંથી રર શેરોમાં તેજી જોવા મળી રહી છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં સૌથી વધુ ૧% નો ઘટાડો નોંધાયો હતો, જેમાં શ્રીરામ ફાઈનાન્સ, રિલાયન્સ અને ભારતી એરટેલ જેવા હેવીવેઈટ શેરોનો સમાવેશ થાય છે. બ્લુસ્ટાર, ભારત ડાયનેમિક, શ્રીરામ ફાઈનાન્સના શેર ર ટકાથી વધુ તૂટ્યા છે. પિડિલાઈટ, એલ એન્ડ ટી ફાઈનાન્સ, મેક્સ ફાઈનાન્સ સર્વિસિસ, રેમન્ડ અને આઈટીઆઈના શેરમાં ૧ ટકાથી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
આ ઉપરાંત ગ્રેસિસ ઈન્ડસ્ટ્રીઝ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને વેદાંતાના શેરમાં પણ ૧ ટકાનો ઘટાડો થયો હતો.
આ સપ્તાહના અંત સુધીમાં ફેડરલ રિઝર્વ બેંક તરફથી વ્યાજ દર અને ફૂગાવા અંગે નિર્ણય લેવામાં આવશે, જેના કારણે શેરબજાર તેની રાહ જોઈ રહ્યું છે અને અત્યારે મોટું રોકાણ આવી રહ્યું નથી. બીજી તરફ વિદેશી રોકાણકારો ભારતીય બજારમાંથી નાણા ઉપાડી રહ્યા છે. આ સિવાય ભારતમાં વીઆઈએક્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આ તમામ કારણોને લીધે શેરબજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે, હેવીવેઈટ શેરમાં ઘટાડાનું મુખ્ય કારણ ત્રિમાસિક પરિણામો છે, જો કે ટૂંક સમયમાં આ ઘટાડા પર બ્રેક લાગી શકે છે. તેમજ સારા વૈશ્વિક સંકેતો અને ફેડરલ રિઝર્વના નિર્ણય પછી ભારતીય શેરબજાર પણ વધી શકે છે. અત્યારે રોકાણકારોએ ધીરજ રાખવાની જરૂર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial