Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કોંગ્રેસે શાંત વિરોધ નોંધાવ્યેઃ સમાજવાદી પાર્ટી અને ડીએમસીએ ગેરબંધારણીય કદમ ગણાવ્યું: એનડીએનું સમર્થન
નવી દિલ્હી તા. ૧૭: કાયદામંત્રી અર્જુનરામ મેઘવાલે લોકસભામાં 'વન નેશન, વન ઈલેક્શન' બિલ રજૂ કરી દીધું છે. બિલ રજૂ કરતા તેમણે બાબા સાહેબ આંબેડકરને ટાંકીને આ બિલને બંધારણીય અને દેશ હિતનું બતાવ્યું છે, જ્યારે વિપક્ષો વિરોધ કરી રહ્યા છે.
સંસદના શિયાળુ સત્રના આજે ૧૭ મા દિવસે કાનૂનમંત્રીએ લોકસભામાં વન નેશન-વન ઈલેક્શન સંબંધિત બિલ રજૂ કર્યું છે. આ અંગેના બે બિલ કેન્દ્રિય કેબિનેટ દ્વારા ૧ર ડિસેમ્બરે મંજુરી આપવામાં આવી હતી. કેન્દ્રિય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાલે વન નેશન, વન ઈલેક્શન માટે ૧ર૯ મું બંધારણ સંશોધન બિલ રજૂ કર્યું છે.
બીજુ બિલ કેન્દ્રશાસિત પ્રદેશો સાથે સંબંધિત ત્રણ કાયદાઓમાં સુધારો કરવાનું છે. આ બિલમાં કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર અધિનિયમ ૧૯૬૩, ધ ગવર્નમેન્ટ ઓફ નેશનલ રેપિટલ ટેરિટરી ઓફ દિલ્હી-૧૯૯૧ અને જમ્મુ અને કાશ્મીર રિઓર્ગેનાઈઝેશન એક્ટ-ર૦૧૯ નો સમાવેશ થાય છે. તેના દ્વારા જમ્મુ અને કાશ્મીરને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવા માટે સુધરા પણ કરી શકાય છે.
ઉલ્લેખનિય છે કે, એક દેશ-એક ચૂંટણી પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ર સપ્ટેમ્બર ર૦ર૩ ના એક સમિતિની રચના કરવામાં આવી હતી. સમિતિએ લગભગ ૧૯૧ દિવસ સુધી હિતધારકો અને એક્સપર્ટસ સાથે ચર્ચા કર્યા પછી ૧૪ માર્ચ ર૦ર૪ ના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો.
એક દેશ-એક ચૂંટણીનો અમલ કરવા માટે બંધારણીય સુધારા દ્વારા બંધારણમાં ૧ નવી કલમ ઉમેરવા અને ૩ કલમોમાં સુધારો કરવાની વ્યવસ્થા કરવામાં આવશે. સરકાર આ મુદ્દે સર્વસંમતિ સાધવા માંગે છે. તેથી બિલને સંયુક્ત સંસદીય સમિતિ (જેપીસી) ને મોકલવાનો પ્રસ્તાવ પણ કાનૂનમંત્રીએ રજૂકરી દીધો છે.
બંધારણીય સુધારા દ્વારા અનુચ્છેદ ૮ર(એ) ઉમેરવામાં આવશે, જેથી લોકસભા અને રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજી શકાય તેમજ કલમ ૮૩ (સંસદના ગૃહોનો કાર્યકાળ), અનુચ્છેદ ૧૭ર (રાજ્ય વિધાનસભાઓનો કાર્યકાળ) અને કલમ ૩ર૭ (વિધાન-સભાઓની ચૂંટણી સંબંધિત કાયદાઓ બનાવવાની સંસદની સત્તા) માં સુધારો કરવામાં આવશે.
બિલ દ્વારા એવી જોગવાઈ કરવામાં આવશે કે સામાન્ય ચૂંટણી પછી લોકસભાની પ્રથમ બેઠકની તારીખે રાષ્ટ્રપતિ એક નોટીફિકેશન બહાર પાડે. નોટીફિકેશન જાહેર કરવાની તારીખને નિયુક્ત તારીખ કહેવામાં આવશે. લોકસભાનો કાર્યકાળ નિયત તારીખથી પ વર્ષનો રહેશે. લોકસભા અથવા કોઈપણ રાજ્યની વિધાનસભાના સમય પહેલા વિસર્જનના કિસ્સામાં, ચૂંટણી ફક્ત બાકીના કાર્યકાળ માટે જ યોજવામાં આવશે.
બિલના ઉદ્દેશ્યો અને કારણો જણાવે છે કે તે પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક રાષ્ટ્ર, એક ચૂંટણી પરની ઉચ્ચ સ્તરીય સમિતિની ભલામણો પર આધારિત છે. કોવિંદ સમિતિએ દેશ અને રાજ્યોને ચૂંટણીની સાથે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ કરાવવાની ભલામણ કરી હતી. કોવિંદ સમિતિએ કુલ પાંચ ભલામણો કરી છે.
'વન નેશન-વન ઈલેક્શન' એટલે શું?
ભારતમાં લોકસભા અને રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાય છે. એક દેશ, એક ચૂંટણીનો મતલબ લોકસભા અને રાજ્યોની વિધાનસભાઓની એક સાથે ચૂંટણી. તેનો અર્થ એ છે કે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે મતદારો એક જ દિવસે, એક જ સમયે તેમના મત આપશે.
આઝાદી પછી ૧૯પર, ૧૯કપ૭, ૧૯૬ર અને ૧૯૬૭ માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ ૧૯૬૮ અને ૧૯૬૯ માં ઘણી વિધાનસભાઓ સમય પહેલા વિસર્જન કરવામાં આવી હતી. તે પછી ડિસેમ્બર ૧૯૭૦ માં લોકસભા પણ ભંગ કરી દેવામાં આવી હતી. જેના કારણે એક દેશ, એક ચૂંટણીની પરંપરા તૂટી ગઈ.
૧૨૯માં સંશોધન બિલને બહુમતીથી મંજુરી
સરકારને ૨૬૯ સામે ૧૯૮ મતોથી લોકસભામાં આ બિલ રજૂ કરવાની બહુમતીથી મંજુરી મળી ગઈ છે. અને હવે આ અંગે સ્થાયી સમિતિ (જેપીસી)માં ચર્ચા થશે તેમ જણાય છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial