Advertisement
Author: નોબત સમાચાર

વિજરખી પાસે પાનની દુકાને બે જૂથ વચ્ચે બઘડાટીઃ સ્કૂટર-બાઈકને ચાંપી દેવાઈ આગ

બંને પક્ષે પોલીસમાં ફરિયાદ નોંેંધાવીઃ બંને જૂથના ૧૫ સામે નોંધાયો ગુન્હોઃ

જામનગર તા. ૧૭: જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર આવેલા વિજરખી ગામમાં ગઈકાલે સાંજે પાનની એક દુકાને બઘડાટી બોલી ગઈ હતી દુકાનદારે બે બાઈકમાં ધસી આવેલા અલીયાબાડાના ચાર શખ્સે કાચની બોટલોના ઘા કરવા ઉપરાંત લાકડી-ધોકા બતાવી ધમકી આપ્યાની અને સામાપક્ષે અગિયાર શખ્સ સામે એક યુવતી બાબતે થયેલી માથાકૂટનું સમાધાન નથી કરવું તેમ કહી ધમાલ મચાવી બે વાહન સળગાવી નાખ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને પક્ષના ૧૫ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગર-કાલાવડ રોડ પર આવેલા વિજરખી ગામમાં રહેતા ભરતભાઈ કારાભાઈ સરસીયા નામના યુવાને પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈરાત્રે જામનગર તાલુકાના અલીયાબાડાના અજય મકવાણા, કિશન મકવાણા, રાયધન મકવાણા તથા એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવવામાં આવ્યા મુજબ ભરતભાઈ તથા કારાભાઈ ગઈકાલે સાંજે વિજરખી ગામના પાટીયા પાસે મોમાઈ ડીલક્સ નામની પાનની દુકાને હતા ત્યારે ઉપરોક્ત ચારેય શખ્સ સ્કૂટર તથા મોટર સાયકલમાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ કાચની બોટલ, ધોકા, લાકડીથી હુમલો કર્યાે હતો. રાયધને દુકાનના થડા પર હાજર ભરતભાઈ પર બોટલ ફેકી હતી અને ફોન કરી ધમકી આપી હતી. જ્યારે અજય તથા કિશને અજાણ્યા શખ્સ સાથે મળી ધોકા-લાકડી સાથે આવી દેકારો કર્યાે હતો.

આ ફરિયાદની સામે અલીયાબાડાના નરેશ નાગજીભાઈ પરમારે વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ ગઈકાલે સાંજે તેઓ પોતાના મિત્રો સાથે વિજરખી ગામમાં મોમાઈ ડીલક્સ નામની પાનની દુકાને ગયા હતા ત્યારે ભરત કારાભાઈએ મારી બહેન બાબતે માથાકૂટ થઈ છે તેનું સમાધાન કરવા આવ્યા લાગો છો, અમારે સમાધાન નથી કરવું તેમ કહી પાઈપથી હુમલો કર્યાે હતો. આ વેળાએ ધસી આવેલા કારાભાઈ ખેંગારભાઈ સરસીયા, પરબત સરસીયા, રમેશ હરીભાઈ, અશ્વિન ખેંગારભાઈ, બાબુભાઈ સરસીયા, સંજય સરસીયા, કારાભાઈ સરસીયા, ગોપાલ સરસીયાએ લાકડીથી હુમલો કરવા ઉપરાંત ધમકીઓ આપી હતી. પરબતે લાકડી નરેશના માથામાં ફટકારી હતી. બાકીના શખ્સોએ વારાફરતી આવી ધમકી ઠપકારી હતી. સંજયે બાઈકમાંથી પેટ્રોલ કાઢી નરેશના સ્કૂટર તથા રાયધનના બાઈક પર છાંટી દીવાસળી ચાંપી દીધી હતી. જેના પગલે બંને વાહન સળગી ગયા હતા.

ઉપરોક્ત બંને ફરિયાદ પોલીસે રજીસ્ટરે લઈ કુલ ૧૫ શખ્સ સામે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh