Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ.૮૦ હજારના મોબાઈલ અંગે પૂછપરછ હાથ ધરાઈઃ
જામનગર તા. ૧૭: ખંભાળિયામાં એક ઝૂંપડપટ્ટીમાં રહેતા બે શખ્સને પોલીસે શક પડતા આઠ મોબાઈલ સાથે દબોચી લીધા છે. રૂ.૮૦ હજારના મોબાઈલ શકપડતી મિલકત તરીકે કબજે કરી પોલીસે પૂછપરછ આદરી છે.
ખંભાળિયા પોલીસ સ્ટેશન સ્ટાફ દ્વારા ગઈકાલે કરવામાં આવી રહેલા પેટ્રોલિંગ દરમિયાન ખંંભાળિયા સ્થિત દલવાડી હોટલ પાસે ઝૂંપડપટ્ટી માં બે શખ્સ પાસે મોબાઈલનો જથ્થો હોવાની બાતમી મળતા પોલીસે ત્યાં રહેતા અશ્વિન ભરતભાઈ મકવાણા તથા ધર્મેશ ઝવેરભાઈ સોલંકી ઉર્ફે ધમા નામના બે શખ્સને અટક કર્યા હતા.
આ શખ્સોની તલાશી લેવાતા તેમની પાસેથી આઠ મોબાઈલ મળી આવ્યા હતા. તે મોબાઈલ અંગે બીલ વગેરે માંગવામાં આવતા આ શખ્સો થોથવાયા હતા. પોલીસે રૂ.૮૦ હજારની કિંમતના આઠેય મોબાઈલ શક પડતી મિલકત તરીકે કબજે કરી પૂછપરછ આદરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial