Advertisement
Author: નોબત સમાચાર

સુપ્રસિદ્ધ ગાયક મો. રફીની ૧૦૦મી જન્મજ્યંતી નિમિત્તે મ્યુઝિકલ પ્રોગ્રામ

તા. ર૪ ડિસેમ્બરના ટાઉનહોલમાં

જામનગર તા. ૧૭: ભારતના મશહુર ગાયક કલાકાર મોહમ્મદ રફીની ૧૦૦મી જન્મજ્યંતી નિમિત્તે તા. ર૪-૧ર-ર૦ર૪ ના રાત્રે રીનોવેટેડ મ્યુનિ. ટાઉનહોલમાં સિનેટયુનના ઉપક્રમે આમંત્રિતો માટે મ્યુઝિકલ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રોગ્રામના આરંભ પૂર્વે રાત્રે ૯ વાગ્યે ટાઉનહોલ ફરતે રફીના વિશાળ કટઆઉટ સાથે, બેન્ડવાજા સાથે રોડ શો યોજાશે. ટાઉનહોલમાં ફટાકડા ફોડી, કેકકટીંગ પછી ઓડિટોરીયમમાં પ્રોગ્રામ રજૂ થશે.

મોહમ્મદ રફી પ૬ વર્ષની વયે અવસાન પામ્યા હોવાથી આ પ્રોગ્રામમાં ૫૬ ગીતો રજૂ કરવામાં આવશે.

જામનગરના સિનિયર આર્ટિસ્ટ એવા હેમેનભાઈ દવે અને રાજકોટના ગીટારિસ્ટ હિતેશભાઈ મહેતાની સંગીત ટીમ છે. અમદાવાદના ચિરાગ દેસાઈ, અમદાવાદના યુસુફ મપારા, રાજકોટના અશ્વિની મેહતા, જામનગરના હરીશ બેરેડિયા, જામનગરના રીના ગજ્જર તથા જામનગરના આનંદ માડમ મુખ્ય કલાકારો છે. ગેસ્ટ આર્ટિસ્ટ, રફી ફેન ક્લબના પુરૂષોત્તમ વાઘેલાજી, ઈકબાલ મલેક, કમલેશ ઓઝા, ડો. રઉફ કુરેશી તથા સિદ્ધાર્થ શાક્યા છે. સાઉન્ડ સિસ્ટમના ઓપરેટર રહીમભાઈ કુરેશી છે, તથા ટાઉનહોલની નવી માઈક વ્યવસ્થાનો પણ અમુક અંશે ઉપયોગ લેવામાં આવશે.

કાર્યક્રમમાં મુખ્ય સહયોગ રિલાયન્સ જીઓ તરફથી મળેલ છે. આ ઉપરાંત જામનગરના ઘણા દાતા મિત્રો તરફથી પણ આર્થિક સહયોગ મળેલ છે. કાર્યક્રમની ટિકિટનું કોઈપણ જાતનું વેંચાણ કરવામાં આવશે નહીં આવે, પરંતુ દાતા મિત્રોના સર્કલમાં, તથા સંગીત રસીકોને નિઃશુલ્ક પાસ આપવામાં આવશે. સમગ્ર કાર્યક્રમના આયોજન માટે આનંદ માડમ, ધીરેન્દ્ર મેહતા, પરેશ રૂપાપરા મિત જોશી તથા ઉમેશ જોશીની ટીમ જહેમત ઉઠાવી રહી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh