Advertisement
Author: નોબત સમાચાર

જામનગર તથા મેઘપર પાસે ગુજરી બજારમાંથી બે મોબાઈલની ઉઠાંતરી

અજાણ્યા મોબાઈલ ઉઠાવગીર સામે ગુન્હોઃ

જામનગર તા. ૧૭: જામનગરના સુભાષબ્રિજ નીચે ભરાતી રવિવારી બજારમાંથી એક આસામીના મોબાઈલની ઉઠાંતરી થઈ છે. જ્યારે મેઘપર ગામ પાસે ગુજરીબજારમાંથી પણ એક મોબાઈલ ચોરાઈ ગયો છે. પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.

જામનગરના ગુલાબનગર ૫ાસે આવેલી સત્યસાંઈ સોસાયટીમાં રહેતા હરેશભાઈ અમરગર ગોસાઈ નામના વૃદ્ધ રવિવારે સુભાષબ્રિજ નીચે નદીના પટમાં ભરાતી ગુજરી બજારમાં આવ્યા હતા. ત્યારે બપોરે બેએક વાગ્યે તેમના શર્ટ ના ખિસ્સામાંથી કોઈ શખ્સે રીયલમી કંપનીનો રૂ.૧૩ હજારની કિંમતનો મોબાઈલ સેરવી લીધો હતો. તેની તપાસ  કર્યા પછી હરેશભાઈએ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. પોલીસે અજાણ્યા તસ્કર સામે બીએનએસની કલમ ૩૦૩ (ર) હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર મેઘપર ગામમાં વસવાટ કરતા મૂળ પશ્ચિમ બંગાળના દમણી ગામના વતની મિનલ આગેન મલિક નામના વ્યક્તિ રવિવારે બપોરે મેઘપર ગામ પાસે ભરાતી ગુજરી બજારમાં શાકભાજી લેવા માટે ગયા હતા ત્યારે તેમનો ઓપો કંપનીનો રૂ.૧૦ હજારની કિંમતનો મોબાઈલ કોઈ શખ્સ સેરવી ગયો હતો. મેઘપર પોલીસે ગુન્હો નોંધી તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh