Advertisement
Author: નોબત સમાચાર

નગરના શ્રી કાશી વિશ્વનાથ મંદિરે માગશર મહિનાના સોમવારે આદ્રા નક્ષત્રમાં દીપમાળા

સૂરજ મેં, ચંદ્રમા મેં, આસ મેં તેરા હી તેજ હર પ્રકાશ મેં, હૃદય મેં ઈસલીએ તો જાન હૈ તેરા હી નામ ર્સાંસ ર્સાંસ મેં

દેવાધિદેવ મહાદેવ ભગવાન શંકરે લીંગ સ્વરૂ૫ે સૌપ્રથમ બ્રહ્મા અને વિષ્ણુને માગશર મહિનાના સોમવારે આદ્રા નક્ષત્રમાં દર્શન આપ્યા હતાં અને તેમના લીંગ સ્વરૂપનું સૌપ્રથમ પૂજન બ્રહ્મા-વિષ્ણુએ કર્યું હોવાની માન્યતા છે. જે પૌરાણિક ધર્મ પરંપરા અનુસાર માગશર મહિનામાં સોમવાર અને આદ્રા નક્ષત્રનો સંયોગ શિવ ઉપાસના અને શિવાલયમાં દીપ પ્રજ્વલિત કરવા શ્રેષ્ઠ માનવામાં આવે છે. 'છોટીકાશી' જામનગરમાં કે.વી. રોડ પર આવેલ શ્રી કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે આ પાવન-દુર્લભ સંયોગ પર મહાદેવની વિશેષ આરાધના કરવામાં આવી હતી. તમામ મંદિરોમાં દીપમાળા કરવામાં આવી હતી તેમજ પૂજા પરિસરમાં દીપમાળા વડે જ નિજમંદિરની આકૃતિ રચવામાં આવી હતી. ભક્તો આ અલૌકિક દર્શન કરીને ધન્ય થયા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh