Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ફલ્લા પાસે માતા-પુત્રને મોટરે ટક્કર મારીઃ
જામનગર તા. ૧૭: જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર લાખાબાવળ ગામના પાટીયા પાસે ગઈકાલે સાંજે રોડ ક્રોસ કરતા એક પ્રૌઢ પર પુરપાટ ધસી આવેલો ટ્રક ફરી વળ્યો હતો. ગંભીર ઈજા પામેલા પ્રૌઢનું મૃત્યુ થયું છે. દસેક દિવસ પહેલાં ફલ્લા પાસે એક મોટરે બાઈકને ઠોકર મારતા વાવડી ગામના માતા-પુત્ર ઘવાયા છે.
જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા લાખાબાવળ ગામના પાટીયા પાસેથી ગઈ કાલે સાંજે એક પ્રૌઢ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે જીજે-૧૨-બીડબલ્યુ ૧૬૪૧ નંબરનો ટ્રક પુરપાટ ઝડપે ધસી આવ્યો હતો.
આ ટ્રકના ચાલકે તે પ્રૌઢને ઠોકર મારીને ફંગોળતા રોડ પર આ પ્રૌઢ પછડાયા હતા. તેમના પરથી આ ટ્રકનું ટાયર ફરી વળતા માથામાં ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં પોલીસ કાફલો તથા એમ્બ્યુલન્સ દોડી આવ્યા હતા. પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પી.એમ. માટે ખસેડ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા ચારેક દિવસમાં અકસ્માતમાં માનવ જિંદગી હણાઈ જવાનો આ ચોથો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.
જોડિયા તાલુકાના વાવડી ગામના દિલીપભાઈ ગોવિંદભાઈ મકવાણા તથા તેમના માતા જબુબેન ગઈ તા.૭ની સાંજે જીજે-૧૦-ઈએ ૬૨૩૧ નંબરના મોટરસાયકલ પર ધ્રોલથી વાવડી જવા માટે નીકળ્યા હતા.
તેઓ જ્યારે ફલ્લા ગામ પાસે પહોંચ્યા ત્યારે ધ્રોલ તરફથી ધસી આવેલી જીજે-૩-એનએફ ૩૮૩૧ નંબરની મોટરે ઠોકર મારી બંનેને પછાડ્યા હતા. આ અકસ્માતમાં દિલીપભાઈને મુંઢ ઈજા થઈ છે. જ્યારે તેમના માતાને પણ મ્હોં સહિતના શરીરના અન્ય ભાગોમાં ઈજા પહોંચી છે. પંચકોશી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દિલીપભાઈએ ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial