Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તૃતીય ટેસ્ટ મેચઃ ભારત ફોલોઓન થતાં ઉગરી ગયુ...
બ્રીસ્બેન તા. ૧૭: ભારત અને ઓસ્ટ્રેલીયા વચ્ચેના ત્રીજા ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારત ફોલોઓનમાંથી ઉગરી જતાં મેચમાં પરાજય પામવાની શકયતા ઘટી ગઈ છે.
ભારતે આજે ૪ વિકેટે ૫૧ રનથી દાવ શરૂ કર્યો પણ રોહીત શર્મા ૧૦ રન કરી આઉટ થયો હતો. ત્યારપછી રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ મહત્વપૂર્ણ ૬૦ રનની ભાગીદારી નોંધાવી હતી. રાહુલ ૮૪ રન કરી આઉટ થયો હતો. ત્યાર પછી નિતેશ રેડ્ડી અને રવિન્દ્ર વચ્ચે પણ ૫૩ રનની ભાગીદારી થઈ હતી. રેડ્ડી ૧૬ રને આઉટ થયા પછી ફોલોઓનથી બચવા પર રનની જરૂર હતી. સીરાજ ૧ રન કરી આઉટ થયો અને રવિન્દ્ર જાડેજા ૭૭ રનની લડાયક રમત રમી આઉટ થયો ત્યારે સ્કોર હતો. નવ વિકેટે ૨૧૩ રન પણ પૂંછડીયા બેટદાર આકાશ દીપ અને બુમરાહે છેલ્લી વિકેટની ભાગીદારીમાં ૫૫ દડામાં ૩૮ રન કરી લીધા હતા. અને ભારતને ફોલોઓનમાંથી બચાવી લીધુ હતું.
વરસાદ અને બેડલાઈટના કારણે ચોથા દિવસના રમતના અંતે ભારતનો સ્કોર ૯ વિકેટે ૨૫૨ રન થયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial