Advertisement
Author: નોબત સમાચાર

કાચા કામનો કેદી અદાલતમાં બેશુદ્ધ બની જતાં હોસ્પિટલમાં

મારામારીનો નોંધાયેલો છે ગુન્હોઃ

જામનગર તા. ૧૭: જામનગરની કોર્ટમાં આજે તારીખ અન્વયે હાજર રખાયેલા કાચા કામના એક કેદી બેભાન બની જતાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જામનગરની અદાલતમાં આજે જિલ્લા જેલમાં રહેલા નવાઝખાન અયુબખાન ૫ઠાણ ઉર્ફે ખાનીયા નામના શખ્સને મુદ્દત અન્વયે હાજર કરવામાં આવ્યો હતો.

કેદી પાર્ટીની સાથે આ આરોપીને અદાલતમાં જજ સામે ખડો કરવામાં આવ્યો તે દરમિયાન આ શખ્સ કોઈ રીતે બેભાન બની જતાં તેને ૧૦૮ મારફત સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. વર્ષ ૨૦૨૩માં આ શખ્સ સામે આઈપીસી ૩૨૩, ૫૦૪, ૫૦૬ (ર), જીપી એક્ટની કલમ ૧૩૫ (૧) હેઠળ ગુન્હો નોંધાયેલો છે. તેને આજે ત્રીજા એડી. જ્યુડી. મેજીસ્ટ્રેટ સમક્ષ તારીખ અન્વયે જેલમાંથી લાવવામાં આવ્યો હતો. ત્યાં તે બેભાન બની જતાં હોસ્પિટલ ખસેડાયો છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh