Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વીજ કંપનીએ હુકમ સામે કરેલી અપીલ નામંજૂર થઈઃ
જામનગર તા. ૧૭: જામનગરની પીજીવીસીએલ કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા એક કર્મચારીએ પોતાને પગાર ગ્રેડ અંગે કોર્ટમાં દાવો કર્યાે હતો. તે દાવો મંજૂર રખાતા જિલ્લા અદાલતમાં વીજ કંપનીએ અપીલ કરી હતી. તે અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગર પીજીવીસીએલ કચેરીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા ધીરસિંહ વીસનજી ભાટીયાએ મળવાપાત્ર ઉચ્ચત્તર પગાર ધોરણનો બીજો હાયગ્રેડ વર્ષ ૧૯૯૧ના બદલે ૧૯૯૩ તથા ત્રીજા હાયગ્રેડનો લાભ વર્ષ ૨૦૦૨ની બદલે વર્ષ ૨૦૦૩માં મંજૂર થતાં નિવૃત્ત થયા પછી વીજ કંપની સામે વર્ષ ૨૦૦૫માં જામનગર સિવિલ કોર્ટમાં દાવો કર્યાે હતો.
તે દાવો ચાલી જતાં અદાલતે વર્ષ ૨૦૧૦માં તેને મંજૂર રાખ્યો હતો. તે હુકમ સામે વીજ કંપની દ્વારા જિલ્લા અદાલતમાં અપીલ કરાઈ હતી. તે અપીલ દરમિયાન ધીરસિંહનું અવસાન થયું હતું. તેમના પત્ની તથા વારસો કેસમાં જોડાયા હતા. તે અપીલ ચાલી જતાં અદાલતે મૂળ હુકમમાં કોઈ ક્ષતિ નથી તેમ ઠરાવી વીજ કંપનીની અપીલ રદ્દ કરવાનો હુકમ કર્યાે છે. અરજદાર તરફથી વકીલ ચિરાગ કે. નથવાણી, ધર્મેશ રાઠોડ, ગીતાબેન સોલંકી રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial